વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન
વિજય અને રશ્મિકા મંદાના ફેબ્રુઆરી 2026માં ઉદયપુરમાં લગ્નન બંધનમાં બંધાવા જઈ રહ્યા

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના

વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના
સાઉથ સિનેમાના સૌથી લોકપ્રિય અને ચર્ચિત કપલ વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના ચાહકો માટે લાંબા સમયથી પ્રતિક્ષિત ખુશખબર આવી ગઈ છે. ઘણા સમયથી ચાલી રહેલી અટકળો અને અફવાઓ પર હવે વિરામ લાગ્યો છે, કારણ કે આ સ્ટાર કપલના લગ્નની તારીખ અને સ્થળ નક્કી થઈ ગયા હોવાના અહેવાલો સામે આવ્યા છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્ન વર્ષ 2026ની શરૂઆતમાં ખૂબ જ શાહી અંદાજમાં યોજાવાના છે, જેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હોવાનું મનાય છે.
પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર
મીડિયા રિપોર્ટ અનુસાર, વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આગામી 26 ફેબ્રુઆરી, 2026ના રોજ લગ્ન ગ્રંથિથી જોડાશે. આ ભવ્ય લગ્ન સમારોહ માટે રાજસ્થાનના ઉદયપુરની પસંદગી કરવામાં આવી છે. અહીંના એક આલીશાન હેરિટેજ પેલેસમાં આ જોડી સાત ફેરા લેશે. ઉલ્લેખનીય છે કે, આ કપલે 3 ઓક્ટોબર 2025ના રોજ હૈદરાબાદમાં અત્યંત ખાનગી રીતે સગાઈ કરી લીધી હતી, જેમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રો જ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: વિજય દેવરકોન્ડા-રશ્મિકા મંદાનાનો પ્રેમ જાહેર
આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નહિ
વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના પોતાના અંગત જીવનને હંમેશા લાઈમ લાઈટથી દૂર રાખવાનો પ્રયાસ કરે છે. સગાઈની જેમ લગ્ન પ્રસંગને પણ તેઓ ખૂબ જ ખાનગી રાખવા માંગે છે, જેમાં મર્યાદિત મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવશે. જોકે, એવી પણ ચર્ચા છે કે ઉદયપુરમાં લગ્ન બાદ તેઓ હૈદરાબાદમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સાથી કલાકારો અને મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કરી શકે છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
પ્રેક્ષકોને બન્નેની કેમિસ્ટ્રી ખૂબ જ ગમી
આ બન્ને કલાકારોની જોડી પડદા પર અને વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાની કેમિસ્ટ્રી સૌ પ્રથમ 2018માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'ગીતા ગોવિંદમ'માં જોવા મળી હતી, જે પ્રેક્ષકોને ખૂબ જ ગમી હતી. ત્યારબાદ 2019માં આવેલી ફિલ્મ 'ડિયર કોમરેડ'માં પણ તેમની જોડીએ ધૂમ મચાવી હતી. ત્યારથી જ તેમના અફેરની ચર્ચાઓ શરૂ થઈ હતી. ઘણીવાર વિદેશ પ્રવાસ કે પબ્લિક ઈવેન્ટ્સમાં તેઓ સાથે જોવા મળ્યા છે, અને તાજેતરમાં તેમની આંગળીમાં જોવા મળેલી સગાઈની વીંટીએ તેમના સંબંધો પર મહોર મારી દીધી છે.
ચાહકો વર-વધૂના વેશમાં જોવા માટે આતુર
રશ્મિકા મંદાનાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં ભાવુક થઈને જણાવ્યું હતું કે તેનો પાર્ટનર તેને એવા દુઃખમાંથી બહાર લાવ્યો છે જે તેણે પોતે ક્યારેય આપ્યું નહોતું. આ નિવેદન તેમના મજબૂત બોન્ડિંગ તરફ ઈશારો કરે છે. બીજી તરફ, વિજય દેવરકોંડાની ટીમે પણ પુષ્ટિ કરી છે કે તેઓ ફેબ્રુઆરીમાં લગ્ન કરવાના છે. હવે જ્યારે વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાના લગ્નની તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે ચાહકો તેમને વર-વધૂના વેશમાં જોવા માટે ખૂબ જ આતુર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.