ફિલ્મ રિવ્યૂ: 'છાવા'માં છવાયો વિકી કૌશલ
ફિલ્મે 31 કરોડ રૂપિયાનું કલેકશન પ્રથમ દિવસે કર્યું

વિક્કી કૌશલની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની

વિક્કી કૌશલની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની
ઈતિહાસમાં, આપણે છત્રપતિ શિવાજી મહારાજ વિશે ઘણું વાંચ્યું છે. પરંતુ તેમના પુત્ર છત્રપતિ સંભાજી મહારાજ વિશે વધુ વાંચવા મળતું નથી. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મ 'છાવા' છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરી દર્શાવે છે, જેના કારણે તેમનું નામ છાવા (સિંહનું બાળક) રાખવામાં આવ્યું હતું. શિવાજી અને ઔરંગઝેબના જીવનના 9 વર્ષ પર આ ફિલ્મ આધારિત છે. લક્ષ્મણની ફિલ્મની સ્ટોરી જાણીતા મરાઠી નવલકથાકાર શિવાજી સાવંતની મરાઠી નવલકથા 'છાવા' પર આધારિત છે. તેમજ આ ફિલ્મને 8.3 IMDb રેટિંગ મળ્યું છે.
વિક્કી કૌશલની છાવા ફિલ્મ ૧૪ ફેબુ્રઆરીના રોજ થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. જેમાં અભિનેતા શિવાજી મહારાજના પુત્ર સંભાજી મહારાજની ભૂમિકા ભજવતો જોવા મળી રહ્યો છે.
છાવા ફિલ્મ વિક્કી કૌશલની કારકિર્દીની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની ગઇ છે. એટલું જ નહીં આ ફિલ્મ ઘરેલુ બોક્સ ઓફિસ પર પણ ૨૦૨૫ની પ્રથમ દિવસે જ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઇ છે. ફિલ્મ છાવાના ઓપનિંગ કલેશનથી વિક્કી કૌશલના ભાગ્ય ખુલી ગયાની ચર્ચા થઇ રહી છે. બોલીવૂડમાં ચર્ચા છે કે, વિક્કી કૌશલ માટે છાવા ફિલ્મ બોલીવૂડમાં તેના માટે સારા દિવસો લાવશે. આ પહેલા અભિનેતાની બેડ ન્યુઝ ફિલ્મ સૌથી મોટી ઓપનર હતી, જેણે ૮.૬૪ કરોડ રૂપિયાનું કલેકશન કર્યું હતું.
તેની સેમ બહાદુરે ૫ કરોડ રૂપિયા, ધ ગ્રેટ ઇન્ડિયન ફેમિલીએ ૧ કરોડ રૂપિયા, જરા હટકે જરા બચકેએ ૫ કરોડ રૂપિયા, ભૂત પાર્ટ વન ધ હોન્ટેડ શિપે ૫ કરોડ રૂપિયા, ઉરીએ ૮ કરોડ રૂપિયા કલેકશન કર્યું છે.
ફિલ્મને સારી બનાવવા માટે લક્ષ્મણ ઉતેકરે યુદ્ધની ઘણી સિક્વન્સનો સમાવેશ કર્યો છે. આ સાથે, આ ફિલ્મ તમને હાઈ નોટ્સ પર લઈ જશે. તેની કોરિયોગ્રાફી, ખૂન-ખરાબા અને ક્રૂરતા બધા તમારા પર અસર છોડે છે. જો તમને મારપીટ અને હત્યા જેવા દ્રશ્યોથી કોઈ સમસ્યા ન હોય, તેમજ વિકી કૌશલના ફેન હોવ અને ઐતિહાસિક ફિલ્મો પસંદ હોય તો જ 'છાવા' જોવા જવું જોઈએ.
-ભુમી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.