ઇન્દિરા તિવારીની દમદાર એક્ટિંગ ચર્ચામાં
સરોજિની નાયડુની પહેલી હિન્દી બાયોપિકનું ટ્રેલર રિલીઝ

સરોજિની નાયડુની બાયોપિકનું ટ્રેલર રિલીઝ

સરોજિની નાયડુની બાયોપિકનું ટ્રેલર રિલીઝ
ઇન્દિરા તિવારીની દમદાર એક્ટિંગ, ફિલ્મના રાઇટર બોલ્યા- રાજકીય નહીં પણ તેમના જીવન પર આધારિત સ્ટોરી,મહાન કવયિત્રી અને સ્વતંત્રતા સંગ્રામ સેનાની સરોજિની નાયડુ પર બનેલી પહેલી હિન્દી ફિલ્મ 'સરોજિની'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 'સરોજિની'નું ટ્રેલર મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂ હાજર હતી.
ફિલ્મને વિનય ચંદ્રાએ ડિરેક્ટ કરી છે અને તેણે તેનું સંગીત પણ આપ્યું છે. ફિલ્મનો સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સ ધીરજ મિશ્રાએ લખ્યા છે. કલાકારોની વાત કરીએ તો મુખ્ય કલાકારોમાં ઇન્દિરા તિવારી, સોનલ મોન્ટેરો, હિતેન તેજવાણી, ઝરીના વહાબનો સમાવેશ થાય છે.
ફિલ્મના લેખક ધીરજ મિશ્રા બોલિવૂડમાં સતત સક્રિય છે. તેણે ઘણી દેશભક્તિ અને બાયોપિક ફિલ્મો લખી છે. ફિલ્મના લેખક ધીરજ મુજબ, 'ફિલ્મમાં સરોજિની નાયડુના જીવનને ખૂબ જ સરળતાથી દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ રાજકીય ન હોઈને એક પિતા-પુત્રીના સંબંધ, એક મહાન કવયિત્રી જેમને સ્વર કોકિલા પણ કહેવામાં આવ્યા તેમના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ ઉપરાંત સરોજિનીના સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત છે.'
ફિલ્મના નિર્માતાઓની વાત કરીએ તો ચરણ સ્વર્ણા, વિજય ચૌધરી, હેમંત ગૌડા છે અને બેનર વિશિકા ફિલ્મ્સનું છે. ધીરજ આ પહેલા જય જવાન જય કિસાન અને ચાપેકર બ્રધર્સ જેવી ફિલ્મો લખી ચૂક્યા છે. ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેને દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.