ફિલ્મ ‘કેડી’નું ગીત ‘સરકે ચુનર’ વિવાદ બાદ હટાવ્યું
સંજય દત્ત અને નોરા ફતેહીના નવા ગીત પર અશ્લીલતાનો આરોપ, પોલીસ ફરિયાદ બાદ યુટ્યુબ પરથી ડિલીટ

કેડી ધ ડેવિલ ગીત વિવાદ

કેડી ધ ડેવિલ ગીત વિવાદ
કન્નડ સુપરસ્ટાર ધ્રુવ સરજાની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કેડી: ધ ડેવિલ’ રિલીઝ થાય તે પહેલા જ મોટા વિવાદમાં સપડાઈ છે. ફિલ્મનું સ્પેશિયલ ગીત ‘સરકે ચુનર તેરી સરકે’ સોશિયલ મીડિયા પર રિલીઝ થતાની સાથે જ લોકોના રોષનો ભોગ બન્યું છે. ગીતના વાંધાજનક શબ્દો અને વિઝ્યુઅલ્સને કારણે સર્જાયેલા ભારે વિરોધ બાદ આખરે મેકર્સે તેને તમામ પ્લેટફોર્મ પરથી હટાવી લેવાની ફરજ પડી છે.
શા માટે થયો ગીતનો વિરોધ ?
નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવાયેલા આ ગીતમાં ડબલ મિનિંગ લિરિક્સ અને અશ્લીલ ડાન્સ સ્ટેપ્સ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે આ પ્રકારનું કન્ટેન્ટ ભારતીય સંસ્કૃતિ અને યુવા પેઢી માટે નુકસાનકારક છે. વિવાદ એટલો વકર્યો કે ઓલ ઇન્ડિયન સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ સેન્સર બોર્ડને પત્ર લખીને આ ગીત સામે કડક વાંધો નોંધાવ્યો હતો
સેલેબ્રિટીઝ અને કાયદાકીય સંસ્થાઓનું કડક વલણ :
માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ જાણીતા ગાયક અરમાન મલિક અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહે પણ આ ગીતની આકરી ટીકા કરી છે. અરમાન મલિકે તેને સંગીત ક્ષેત્રનું પતન ગણાવ્યું છે. કાયદાકીય મોરચે પણ ફિલ્મના મેકર્સ મુશ્કેલીમાં મુકાયા છે:
NHRC ની નોટિસ: રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે ગીતના વાંધાજનક શબ્દો મુદ્દે પ્રોડ્યુસર્સને નોટિસ ફટકારી છે.
પોલીસ ફરિયાદ: દિલ્હી પોલીસની સાયબર સેલમાં ગીતકાર અને દિગ્દર્શક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
ચંદીગઢમાં કાર્યવાહી: પંજાબ-હરિયાણા હાઈકોર્ટના વકીલોએ પણ એસએસપીને ફરિયાદ કરી ગૃહમંત્રી પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.
યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો ગાયબ :
ચારેબાજુથી ઘેરાયેલા મેકર્સે ગીત રિલીઝ થયાના માત્ર ૨૪ કલાકમાં જ તેને યુટ્યુબ પરથી પ્રાઇવેટ કરી દીધું છે. આ ઉપરાંત, નોરા ફતેહીએ પણ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ગીતની તમામ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હાલમાં આ ગીત ક્યાંય પણ સત્તાવાર રીતે ઉપલબ્ધ નથી. જોકે, હજુ સુધી સંજય દત્ત કે ફિલ્મના મુખ્ય કલાકારો તરફથી આ બાબતે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારના 'આઈટમ નંબર્સ' અને તેના કન્ટેન્ટને લઈને ફરી એકવાર ગંભીર ચર્ચા શરૂ થઈ ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.