થલાપતિ વિજયની જન નાયકન ફિલ્મની 120 કરોડની ડીલ રદ
સેન્સર વિવાદને કારણે એમેઝોન પ્રાઇમ વીડિયોએ વિજયની છેલ્લી ફિલ્મ જન નાયકન સાથેનો કરાર તોડ્યો

જન નાયકન

જન નાયકન
થલાપતિ વિજયની અભિનેતા તરીકેની છેલ્લી ફિલ્મ ગણાતી 'જન નાયકન' મુશ્કેલીઓના વમળમાં છે. ફિલ્મની ડિજિટલ સ્ટ્રીમિંગ માટે એમેઝોન પ્રાઇમ વીડિયો સાથે અંદાજે 120 કરોડ રૂપિયાનો જંગી કરાર કરવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મ હજુ સુધી સિનેમાઘરોમાં રિલીઝ થઈ શકી નથી અને તેની તારીખ પણ નક્કી નથી, જેના પરિણામે ઓટીટી પ્લેટફોર્મે આ સોદો પડતો મૂક્યો છે. સામાન્ય રીતે ઓટીટી પ્લેટફોર્મ્સ થિયેટર રિલીઝની સમયમર્યાદાને આધારે જ કરાર કરતા હોય છે.
સેન્સર બોર્ડ સાથેનો કાનૂની જંગ :
આ ફિલ્મ મૂળ 9 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ સેન્સર બોર્ડ (CBFC) એ ફિલ્મના અમુક સંવેદનશીલ દ્રશ્યો પર કાતર ફેરવવાનો આદેશ આપ્યો હતો. નિર્માતાઓએ આ ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો અને મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. વિવાદ લાંબો ખેંચાતા મેકર્સે આખરે કોર્ટમાંથી કેસ પાછો ખેંચી રિવાઇઝિંગ કમિટીનો સંપર્ક કર્યો હતો. જોકે, 9 માર્ચે નિર્ધારિત કરવામાં આવેલી સ્ક્રીનિંગ પણ કમિટીના સભ્યની તબિયત લથડતા રદ કરવી પડી હતી, જેનાથી પ્રક્રિયા વધુ ધીમી પડી છે.
રાજકીય સફર અને એક્ટિંગને અલવિદા :
થલાપતિ વિજય માટે આ ફિલ્મ અત્યંત મહત્વની છે કારણ કે તેમણે તાજેતરમાં જ અભિનય કારકિર્દીમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 33 વર્ષ સુધી રૂપેરી પડદે રાજ કર્યા બાદ વિજય હવે પૂર્ણકાલીન રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે. તેમની રાજકીય પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. મલેશિયામાં યોજાયેલા ઓડિયો લોન્ચ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હવે જનતાની સેવા માટે ફિલ્મી દુનિયા છોડી રહ્યા છે.
હાલમાં 'જન નાયકન' ક્યારે રજૂ થશે તે અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. એમેઝોન જેવી મોટી ડીલ રદ થવાથી નિર્માતાઓની ચિંતામાં વધારો થયો છે. હવે જોવાનું એ રહેશે કે સેન્સર બોર્ડના અવરોધો પાર કરીને વિજયની આ છેલ્લી ફિલ્મ ક્યારે બોક્સ ઓફિસ પર ધમાકેદાર એન્ટ્રી કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.