સની દેઓલના બોર્ડરની સિક્વલની રીલીઝ ડેટ કરાઇ જાહેર
સની દેઓલની બહુચર્ચિત બોર્ડર ફિલ્મના સિક્વલની રીલીઝ ડેટ કરાઇ જાહેર, ફિલ્મમાં વરુણ ધવન ઉપરાંત આહાન શેટ્ટી અને દિલજીત દોસાંજ પણ મળશે જોવા

બોર્ડર 2ના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા

બોર્ડર 2ના અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા
સની દેઓલની સૌથી ચર્ચાયેલ ફિલ્મ બોર્ડરની હવે સિક્વલ બનવા જઇ રહી છે. ફિલ્મ બોર્ડર 2નું ત્રીજું શેડ્યુલ પુણે સ્થિત રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમીમાં શરૂ થયું છે. આ ફિલ્મમાં સની દેઓલ અને વરુણ ધવન સાથે જોવા મળવાના હતા. જેમાં હવે અન્ય બે કલાકારો પણ જોડાયા છે. સની દેઓલે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી દર્શકોને વધુ માહિતી આપી તેમજ તેની ફિલ્મ બોર્ડર 2માં આહાન શેટ્ટી અને દિલજીત દોસાંજના જોડાવાની વાત પ્રેક્ષકો સમક્ષ કરી છે.
ફિલ્મ બોર્ડર 2ના નિર્માતા ભૂષણ કુમાર, નિધિ દત્તા, દિગ્દર્શક અનુરાગ સિંહ, સહ-નિર્માતા શિવ ચનાના અને બિનોય ગાંધીની આગેવાની હેઠળની પ્રોડક્શન ટીમ હિંમત અને ભાઈચારાની આ ગાથાને જીવંત કરવા માટે અથાક મહેનત કરી રહી છે. બોર્ડર 2 દેશભક્તિ અને જુસ્સાની મહાકાવ્ય વાર્તા બનવાનું વચન આપે છે, જે આપણા સશસ્ત્ર દળોના અતૂટ જુસ્સાને દર્શાવે છે.તેના ઉત્કૃષ્ટ કલાકારો અને સમર્પિત ક્રૂ સાથે આ ફિલ્મ એક શાનદાર સિનેમેટિક અનુભવ આપવા માટે તૈયાર છે.
બોર્ડર 2ની રીલીઝ ડેટ પણ હવે જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2026માં રીલીઝ કરવામાં આવશે. બોર્ડર 2 23 જાન્યુઆરી, 2026માં રૂપેરી પડદે જોવા મળશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.