સિદ્ધાર્થ-હિતુની જુગલબંદી: જય કન્હૈયાલાલ કી
પિતા-પુત્રીના હેતની અનોખી કહાની 9 જાન્યુઆરીએ રિલીઝ, રિવર ક્રૂઝમાં ફિલ્મની ટીમે કરી ઉજવણી..

"જય કન્હૈયાલાલ કી"ની ટીમે રિવર ક્રૂઝમાં કરી ઉજવણી

"જય કન્હૈયાલાલ કી"ની ટીમે રિવર ક્રૂઝમાં કરી ઉજવણી
નવું વર્ષ શરુ થવાની સાથે જ ગુજરાતી સિનેમા એક અદભૂત ફિલ્મ લઈને આવી રહી રહ્યું. ગુજરાતી સિનેમાના ધૂરંધર અભિનેતા સિધાર્થ રાંદેરિયા અને હિતુ કનોડિયાની સાથે વૈશાલી ઠક્કર, અનેરી વજાણી અને શ્રેય મારડિયાની ઝલક અને અભિનય આ ફિલ્મમાં જોવા મળી રહેશે. 9 જાન્યુઆરીએ તમારા નજીકના સિનેમાઘરોમાં ફિલ્મ "જય કન્હૈયાલાલ કી" પ્રસ્તુત થવા જઈ રહી છે.
અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ‘જય કન્હૈયાલાલ કી’ના રિલીઝ પૂર્વે ખાસ ઉજવણી યોજાઈ હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર રિવર ક્રુઝમાં આયોજિત આ કાર્યક્રમમાં ફિલ્મની સંપૂર્ણ ટીમે હાજરી આપી હતી. ફિલ્મના ટ્રેલર પરથી જ વાર્તા એકદમ જકડીને રાખે તેમ લાગી રહ્યું છે. ફેમિલી ડ્રામા ફિલ્મ નાનાથી લઇને મોટા સુધી બધાને એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડશે.
ફિલ્મમાં વૈશાલી ઠક્કર, અનેરી વજાની અને શ્રેય મારડિયા સહિત અનેક પ્રતિભાશાળી કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. ટીમના સભ્યોએ જણાવ્યું કે આ ફિલ્મ માત્ર એક પરિવારકથા નહીં પરંતુ લાગણી, પરંપરા અને સંબંધોની ગાઢ અનુભૂતિ રજૂ કરે છે. તમામ કલાકારોએ પોતાના અભિનય દ્વારા પાત્રોને જીવંત બનાવવાનો પ્રયત્ન કર્યો છે.
દિગ્દર્શક ધર્મેશ એસ. મહેતાએ જણાવ્યું કે ‘જય કન્હૈયાલાલ કી’ તેમની માટે એક ભાવનાત્મક સફર રહી છે. અમદાવાદ જેવા સાંસ્કૃતિક અને ઉર્જાવંત શહેરમાં આખી ટીમ સાથે ફિલ્મની ઉજવણી કરવી ખાસ અનુભવ રહ્યો હોવાનું તેમણે કહ્યું. ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પરિવારના મૂલ્યો અને આત્મિયતા આ ઉજવણીમાં પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવ્યા.
ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું કે આ પ્રોજેક્ટ તેમના દિલને ખૂબ નજીક છે. ફિલ્મને મળતી પહેલેથી જ સકારાત્મક પ્રતિસાદ અને દર્શકોનો ઉત્સાહ રિલીઝ માટે વધુ આત્મવિશ્વાસ આપે છે. રિલીઝ પહેલાં અમદાવાદમાં યોજાયેલી આ ઉજવણી ફિલ્મ સાથે શહેરના લાગણીસભર સંબંધને વધુ મજબૂત બનાવે છે.
ફેમિલી એન્ટરટેમેન્ટની સાથે સાથે અનેરી અને સિધાર્થના પિતા-પુત્રી વચ્ચેના સંબંધોની હુંફ પણ જોવા મળશે. આગળ પિક્ચરમાં શું કમાલ થાય છે તે તો હવે થીએટરમાં જોવાનું રહ્યું.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?