શોલે : ધ ફાઇનલ કટ – ૫૦ વર્ષ પછી મોટા પડદે પરત ફરી
આજે 12 ડિસેમ્બરના રોજ 50 વર્ષ પછી ફરી મોટા પરદે રિલીઝ થવા જઈ રહી છે.

શોલે : ધ ફાઇનલ કટ

શોલે : ધ ફાઇનલ કટ
ભારતીય સિનેમાની સૌથી મોટી આઇકોનિક ફિલ્મ ‘શોલે’ આજથી ફરી એકવાર થિયેટરોમાં ધૂમ મચાવવા તૈયાર છે. ૧૯૭૫માં રિલીઝ થયેલી આ ફિલ્મના પૂરા ૫૦ વર્ષ પૂર્ણ થતાં રમેશ સિપ્પીના દિગ્દર્શનમાં બનેલી ‘Sholay: The Final Cut’ નામથી નવી રિ-રિલીઝ થઈ રહી છે. જેના કારણે જૂની શોલે જોઈ ચૂકેલા દર્શકો પણ થિયેટરમાં દોડશે.
સૌથી મોટો ફેરફાર : ઓરિજિનલ ક્લાઇમેક્સ પરત ફર્યો !૧૯૭૫માં ઇમરજન્સીના સમયે ઇન્દિરા ગાંધી સરકાર અને સેન્સર બોર્ડ (CBFC)ના દબાણને કારણે ફિલ્મનું અંતિમ ક્લાઇમેક્સ બદલવું પડ્યું હતું. રાઇટર્સ સલીમ-જાવેદે લખેલા ઓરિજિનલ એન્ડિંગમાં ઠાકુર (સંજીવ કુમાર) પોતે ગબ્બર (અમજદ ખાન)ને કાંટાવાળા જૂતાથી મારી નાખે છે. પરંતુ સરકારે કહ્યું કે “રિટાયર્ડ પોલીસ ઓફિસર કાયદો પોતાના હાથમાં ન લઈ શકે”, એટલે છેલ્લે પોલીસ આવીને ગબ્બરને પકડી લે તેવું નવું ક્લાઇમેક્સ શૂટ કરવું પડ્યું હતું. આજે ૫૦ વર્ષ પછી પહેલીવાર દર્શકોને ઠાકુરનો બદલો પૂરો થતો જોવા મળશે !
બીજા ૫ મોટા ફેરફારો જે ફિલ્મને નવી બનાવે છેટિકિટના ભાવ ₹૧૫૦થી ₹૫૦૦ સુધી છે અને પહેલા ત્રણ દિવસના મોટાભાગના શો આગોતરા બુક થઈ ગયા છે.
જો તમે પણ બાસંતીની ટાંગેવાળી, ગબ્બરની “યે હાથ મુઝે દે દે ઠાકુર”, વીરૂની “સુઈસાઇડ” અને જયની ખામોશીને મોટા પડદે માણવા માંગો છો, તો આ વીકએન્ડ થિયેટરમાં પહોંચી જાવ. આ વખતે શોલે નથી આવી, શોલે પાછી ફરી છે – ઓરિજિનલ અંદાજમાં !
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.