શેફાલી પર કોણે કર્યુ બે વખત કાલા જાદુ?
પતિ પરાગ ત્યાગીએ કર્યો ચોંકાવનારો દાવો

કોણે કર્યુ બે વખત કાલા જાદુ?

કોણે કર્યુ બે વખત કાલા જાદુ?
પત્નીના અચાનક મોત પછી પરાગે પોડકાસ્ટમાં કહ્યું – 'મને લાગતું નથી, મને ખબર છે કે કોઈએ કર્યું છે'; શેફાલીમાં અજીબ લક્ષણો દેખાતા હતા – અનિદ્રા, ચિંતા, ડિપ્રેશન અને આંખો નીચે ડાર્ક સર્કલ
'કાંટા લગા' ગર્લ તરીકે જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂન 2025ના રોજ માત્ર 42 વર્ષની વયે અચાનક હાર્ટ અટેકથી નિધન થયું હતું. તેમના પતિ અને અભિનેતા પરાગ ત્યાગીએ હવે તેમના મોત પાછળ કાળા જાદુનો હાથ હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. તાજેતરમાં પરાગે બિગ બોસ ફેમ પરાસ છાબરાના પોડકાસ્ટમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
પરાગ ત્યાગીએ જણાવ્યું કે તેમને કાળા જાદુ પર પૂરો વિશ્વાસ છે. તેમણે કહ્યું, "જ્યાં ભગવાન છે ત્યાં શેતાન પણ છે. લોકો પોતાના દુઃખથી એટલા દુઃખી નથી, જેટલા બીજાના સુખથી દુઃખી છે. મને પૂરી ખાતરી છે કે કોઈએ તેના પર કંઈક કર્યું હતું." તેમણે વધુમાં કહ્યું કે આ ઘટના એક વાર નહીં પરંતુ બે વાર બની હતી. પ્રથમ વખત તે બચી ગઈ હતી, પરંતુ બીજી વખત પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી.
પરાગે જણાવ્યું કે શેફાલીમાં અજીબ લક્ષણો દેખાતા હતા જેમ કે અનિદ્રા, ચિંતા, ડિપ્રેશન અને આંખો નીચે ડાર્ક સર્કલ. તેમણે કહ્યું કે તેને અડીને પણ સમજી શકાતું હતું કે કંઈક ગડબડ છે, જેના કારણે તેમણે પૂજા-પાઠ વધારી દીધા હતા. પરાગે અંતમાં કહ્યું કે તે 100% જાણે છે કે તેની પત્નીના અચાનક નિધન પાછળ કોઈની મેલી વિદ્યાનો હાથ છે.
સોશિયલ મીડિયા અને અપડેટ્સ આ દાવા પછી સોશિયલ મીડિયા પર #ShefaliJariwala, #ParagTyagi અને #BlackMagic જેવા હેશટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. લોકોની પ્રતિક્રિયાઓ મિશ્ર છે – કેટલાકે પરાગના દાવાને સમર્થન આપ્યું છે, જ્યારે કેટલાકે તેને અંધશ્રદ્ધા ગણાવી છે. પોડકાસ્ટના વીડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે અને ફેન્સ શેફાલીના મોત પર શોક વ્યક્ત કરી રહ્યા છે. હજુ સુધી શેફાલીના પરિવાર તરફથી કોઈ અધિકૃત પુષ્ટિ નથી થઈ.
આ ઘટના ફરી એક વખત કાળા જાદુ અને અંધશ્રદ્ધા જેવા વિષયો પર ચર્ચા ઉભી કરે છે.પરાગ ત્યાગીએ આ દાવા કરીને ઘણા લોકોને ચોંકાવી દીધા છે

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?