ઋષભ શેટ્ટીની કાંતારાના દૈવની નકલ રણવીરને ભારે પડી
બેંગલુરુમાં રણવીર સિંહ સામે FIR: ધાર્મિક લાગણી દુભાવવા બદલ અભિનેતાની મુશ્કેલીમાં વધારો

રણવીર સિંહ કાંતારા વિવાદ

રણવીર સિંહ કાંતારા વિવાદ
બોલિવૂડના જાણીતા અભિનેતા રણવીર સિંહ ફરી એકવાર કાયદાકીય મુશ્કેલીમાં ફસાયા છે. તેમની તાજેતરની ફિલ્મ ધુરંધરની સફળતા વચ્ચે એક નવો વિવાદ ઉભો થયો છે. ગોવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ દરમિયાન રણવીર સિંહે દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મ કાંતારાના એક પવિત્ર દ્રશ્યની નકલ કરી હતી. આ ઘટના બાદ બેંગલુરુ પોલીસે અભિનેતા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ગુનો દાખલ કર્યો છે.
દૈવ પરંપરાનું અપમાન હોવાનો આક્ષેપ :
એડવોકેટ પ્રશાંત દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ, રણવીર સિંહે કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં પૂજાતા આદરણીય ચાવુંડી દૈવ અને ભૂટા કોલા વિધિની મજાક ઉડાવી છે. ફરિયાદીનું કહેવું છે કે રણવીરે પવિત્ર પંજુરલી અને ગુલિગા દૈવની અભિવ્યક્તિઓને અભદ્ર અને રમુજી રીતે રજૂ કરી હતી. આટલું જ નહીં, રણવીર પર એવો પણ આરોપ છે કે તેમણે શક્તિશાળી દેવી ચામુન્ડીને સ્ત્રી ભૂત કહીને સંબોધ્યા હતા, જે હિન્દુ ધાર્મિક માન્યતાઓનું ગંભીર અપમાન છે.
ઋષભ શેટ્ટીની હાજરીમાં બની ઘટના :
રસપ્રદ વાત એ છે કે જ્યારે આ ઘટના બની ત્યારે સ્ટેજ પર કાંતારા ફેમ ઋષભ શેટ્ટી પણ હાજર હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે ઋષભ શેટ્ટીએ રણવીરને આવું ન કરવા વિનંતી કરી હોવા છતાં અભિનેતાએ પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ગંભીર કલમો હેઠળ નોંધાયો ગુનો :
વિવાદ વધતા રણવીર સિંહે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને માફી માંગી હતી અને સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈરાદો કોઈનું અપમાન કરવાનો નહોતો. તેમ છતાં, બેંગલુરુની હાઈ ગ્રાઉન્ડ્સ પોલીસે તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. જેમાં વિભિન્ન જૂથો વચ્ચે દુશ્મનાવટ ફેલાવવી અને ધાર્મિક આસ્થાનું અપમાન કરવા જેવી ગંભીર કલમોનો સમાવેશ થાય છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.