રણવીર અને સમયના બેંક બેલેન્સનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
રણવીર અલ્હાબાદિયા એક જાણીતો યુટ્યુબર અને પૉડકાસ્ટર છે. BeerBiceps નામનો તે પૉડકાસ્ટ શો ચલાવે છે.

મહિને લાખો કમાય છે રણવીર અને સમય! જાણો તેમની કમાણીના રહસ્યો

મહિને લાખો કમાય છે રણવીર અને સમય! જાણો તેમની કમાણીના રહસ્યો
સોશિયલ મીડિયા પર ગઈકલથી એક મોટો વિવાદ શરૂ થયો છે. ઈન્ડિયાના બે જાણીતા યુટ્યુબરના એક શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતા-પિતાના સંબંધને લઈને પૂછવામાં આવેલા અભદ્ર પ્રશ્નને કારણે સમય રૈના અને રણવીર અલ્લાહબાદિયા સામે ફરિયાદ પણ નોંધાઈ છે. રણવીર હંમેશા તેના પોડકાસ્ટ, સ્ટાઇલિશ લુક અને ફિટનેસ માટે સમાચારમાં રહે છે. ચાલો જાણીએ કોણ છે રણવીર અલ્હાબાદિયા અને સમય રૈનાની જીવનશૈલી, કારકિર્દી અને નેટવર્થ વિશે..
રણવીર અલ્હાબાદિયા એક જાણીતો યુટ્યુબર અને પૉડકાસ્ટર છે. BeerBiceps નામનો તે પૉડકાસ્ટ શો ચલાવે છે. તાજેતરમાં જ તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'ડિસ્પ્ટર ઓફ ધ યર' એવોર્ડ એનાયત કર્યો હતો. હાલમાં તે સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આવ્યો હતો અને ત્યાં તેણે માતા-પિતાના સંબંધ પર અભદ્ર પ્રશ્ન કરતાં હાલ તે ટ્રોલ થઈ રહ્યો છે એટલું જ નહીં પરંતુ તેના વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરાઇ છે. રણવીરે મુંબઈની પ્રતિષ્ઠિત દ્વારકાદાસ જે. સંઘવી કોલેજમાંથી એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી છે.
અહેવાલો અનુસાર, રણવીર અલ્હાબાદિયા યુટ્યુબ અને પોડકાસ્ટમાંથી દર મહિને લગભગ 35 લાખ રૂપિયા કમાય છે. તેમની પાસે આવકના ઘણા સ્ત્રોત છે જેમાં યુટ્યુબ જાહેરાતો, રોયલ્ટી, બ્રાન્ડ સ્પોન્સરશિપનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રણવીર બ્રાન્ડ પ્રમોશન અને જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરે છે.તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર છ લાખથી વધુ ફોલોઅર્સ છે. તો ઇન્સ્ટાગ્રામ પર 45 લાખથી વધુ ફોલોઅર્સ અને યુટ્યુબ ચેનલ પર 1.05 કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે. યુટ્યુબ ચેનલ પર 6 બિલિયનથી વધુ વ્યૂઝ છે.
સમય રૈના યંગસ્ટર્સમાં ફેવરિટ સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તે તેના અનફિલ્ટરડ કન્ટેન્ટ અને કમેન્ટને લીધે જાણીતો છે. સોશિયલ મીડિયા પર ચાલતો તેનો શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' હાલ વિવાદમાં છે અને જેના કારણે સમય રૈના ટ્રોલ થઈ રહ્યો છે.
હાલમાં સમય રૈનાનો વિવાદિત શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. સમય રૈનાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે અને યુટ્યુબ ચેનલ પર 7.39 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સમય રૈનાની નેટવર્થ લગભગ 16.5 મિલિયન ડોલર એટલે કે લગભગ 140 કરોડ રૂપિયા છે. સમય રૈના એક શોનામાંથી આશરે 1.5 કરોડ રૂપિયા કમાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.