પુષ્પા-2 નાસ ભાગ કેસ: અલ્લુ અર્જુન આરોપી નંબર 11
નાસભાગમાં 1 મહિલાનું મોત, પોલીસે અલ્લુ અર્જુન સહિત 23 લોકો સામે ચાર્જશીટ દાખલ કરી

અલ્લુ અર્જુન

અલ્લુ અર્જુન
તેલંગાણા પોલીસે હૈદરાબાદમાં ફિલ્મ 'પુષ્પા-2: ધ રૂલ' ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગની ઘટનામાં સુપરસ્ટાર અલ્લુ અર્જુન સહિત કુલ 23 લોકોને દોષિત ઠેરવ્યા છે. નમપલ્લી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 100 પાનાની ચાર્જશીટમાં પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, મેનેજમેન્ટની ગંભીર ખામીઓને કારણે આ નાસભાગની ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, 4 ડિસેમ્બર 2024 ના રોજ હૈદરાબાદના સંધ્યા થિયેટર ખાતે પ્રીમિયર દરમિયાન મચેલી નાસભાગમાં રેવતી નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને તેનો 8 વર્ષનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
થિયેટર મેનેજમેન્ટ મુખ્ય આરોપી
આ ચાર્જશીટમાં થિયેટર મેનેજમેન્ટને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યું છે, કારણ કે ત્યાં ભીડ નિયંત્રણ માટે કોઈ વ્યવસ્થા ન હતી અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ પણ અલગ ન હતા. અલ્લુ અર્જુનને આ કેસમાં આરોપી નંબર 11 બનાવવામાં આવ્યો છે, જેમાં તેના મેનેજર, પ્રાઈવેટ સિક્યુરિટી સ્ટાફ અને 8 બાઉન્સરોનો પણ સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અલ્લુ અર્જુનના મેનેજર સંતોષને પરિસ્થિતિ બેકાબૂ હોવાની જાણ કરવા છતાં યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા.
આ પણ વાંચો: Allu Arjun Birthday: Pushpa પહેલાં, અલ્લુ અર્જુનની આ ફિલ્મોએ મચાવી ધૂમ
9 દિવસ બાદ 13 ડિસેમ્બરે કરી ધરપકડ
આ કેસની ગંભીરતા જોતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અલ્લુ અર્જુનની આ નાસભાગની ઘટનાના 9 દિવસ બાદ 13 ડિસેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી, જોકે બીજા જ દિવસે હાઈકોર્ટે તેને જામીન આપ્યા હતા. જામીન મળ્યા બાદ 31 ડિસેમ્બરે પોલીસે તેની 3 કલાક સુધી પૂછપરછ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે, તેને મહિલાના મોતની જાણ બીજા દિવસે થઈ હતી અને આ એક કમનસીબ અકસ્માત હતો.
વિશ્વભરમાં અંદાજે 1600 કરોડ રૂપિયાની કમાણી
આ ઘટના બાદ ઉસ્માનિયા યુનિવર્સિટીના કેટલાક લોકોએ અલ્લુ અર્જુનના ઘર પર તોડફોડ પણ કરી હતી. જોકે, માનવતાના ધોરણે 'પુષ્પા-2' ની ટીમે પીડિત પરિવારને 2 કરોડ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડી છે, જેમાં અલ્લુ અર્જુને વ્યક્તિગત રીતે 1 કરોડ રૂપિયા આપ્યા છે. ભલે આ નાસભાગની ઘટનાને કારણે વિવાદ સર્જાયો હોય, પરંતુ ફિલ્મ 'પુષ્પા-2' બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ છે અને તેણે વિશ્વભરમાં અંદાજે 1600 કરોડ રૂપિયાની કમાણી કરી છે. પોલીસ હવે આ નાસભાગની ઘટનાનું સીન રી-ક્રિએશન કરવાની પણ યોજના બનાવી રહી છે જેથી મેનેજમેન્ટની ક્ષતિઓ વધુ સ્પષ્ટ થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.