પ્રિયંકા ચોપરાએ ડોન 3 અને ક્રિષ 4 પર તોડી ચુપ્પી
એસએસ રાજામૌલીની ફિલ્મ વારાણસી સાથે વાપસી, ડોન 3 અને ક્રિષ 4પર પ્રિયંકાની પહેલી પ્રતિક્રિયા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા
ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા હાલમાં દિગ્ગજ ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વારાણસી'ને કારણે હેડલાઇન્સમાં છે. આ ફિલ્મ દ્વારા પ્રિયંકા લાંબા સમય બાદ દેશી સિનેમાના પડદા પર પરત ફરી રહી છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ ખુલાસો કર્યો કે તેણે આ પ્રોજેક્ટ સાઇન કરતા પહેલા રાજામૌલી પાસે એક ખાસ માંગણી કરી હતી.
"મને ડાન્સ કરાવો" – પ્રિયંકાની શરત અને મહેશ બાબુની પ્રતિક્રિયા
પ્રિયંકાએ જણાવ્યું કે તેણે ઘણા સમયથી કોઈ ભારતીય ફિલ્મમાં ડાન્સ કર્યો ન હોવાથી, તેણે રાજામૌલીને ફિલ્મમાં એક ડાન્સ નંબર રાખવા વિનંતી કરી હતી. નિર્માતાઓએ તેની આ ઈચ્છા સ્વીકારી લીધી અને ફિલ્મમાં એક ભવ્ય ડાન્સ સિક્વન્સ ઉમેર્યો છે. જોકે, આ શરતને કારણે સહ-કલાકાર મહેશ બાબુને પણ ભારે મહેનત કરવી પડી છે. મહેશ બાબુએ મજાકમાં કહ્યું કે પ્રિયંકાની આ જીદને કારણે તેમને પણ સખત ડાન્સ સ્ટેપ્સ કરવા પડ્યા છે. આ ગીતનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને તે અત્યંત આકર્ષક હોવાનું મનાય છે.
ડોન 3 અને ક્રિશ 4 અંગે રહસ્ય અકબંધ :
પ્રિયંકા ચોપરાએ ડોન અને ક્રિશ જેવી સફળ ફ્રેન્ચાઇઝીમાં કામ કર્યું હોવાથી, ફેન્સ તેની વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'ડોન 3' અને 'ક્રિશ 4' અંગે પૂછવામાં આવતા પ્રિયંકાએ સીધો જવાબ આપવાને બદલે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. તેણે સંકેત આપ્યો કે આવનારો સમય ખૂબ જ ઉત્સાહજનક રહેવાનો છે, પરંતુ હાલમાં તે આ ફિલ્મો વિશે વધુ કંઈ કહી શકે તેમ નથી. અફવાઓ મુજબ, ડોન 3 માં શાહરૂખ ખાન અને પ્રિયંકાનો કેમિયો રોલ હોઈ શકે છે.
'વારાણસી'ની ભવ્ય સ્ટારકાસ્ટ અને પ્લોટ :
એસ.એસ. રાજામૌલીની આ ફિલ્મ એક એક્શન-એડવેન્ચર અને ટાઈમ ટ્રાવેલ મહાકાવ્ય છે, જેનું બજેટ 1000 કરોડથી વધુ હોવાનું મનાય છે. ફિલ્મમાં મહેશ બાબુ 'રુદ્ર' ના રોલમાં, પ્રિયંકા ચોપરા 'મંદાકિની' અને પૃથ્વીરાજ સુકુમારન વિલન 'કુંભ' ના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મ 7 એપ્રિલ, 2027 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.