સ્ટાર પ્રાંજલ દહિયા લાઈવ શોમાં ફેન પર ભડકી
પ્રાંજલ દહિયા એ સ્ટેજ પરથી જ કહ્યું કે, તે તેમની દીકરી સમાન છે અને લોકોએ મર્યાદામાં રહેવું

પ્રાંજલ દહિયા

પ્રાંજલ દહિયા
હરિયાણાની મશહૂર સિંગર અને ડાન્સર પ્રાંજલ દહિયા હાલમાં તેના એક વાયરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચામાં છે. સામાન્ય રીતે પોતાના ગીતો અને ડાન્સ મૂવ્સથી લાખો લોકોના દિલ જીતનારી આ અભિનેત્રી આ વખતે કોઈ પર્ફોમન્સને કારણે નહિ પરંતુ તેના ગુસ્સાને કારણે હેડલાઈન્સમાં આવી છે. એક લાઈવ સ્ટેજ પ્રોગ્રામ દરમિયાન પ્રાંજલ દહિયા ફેન્સની શરમજનક હરકતો જોઈને પોતાની જાત પર કાબૂ ગુમાવી બેઠી હતી અને પર્ફોમન્સ અટકાવીને સ્ટેજ પરથી જ ખરાબ વર્તન કરનારાઓને પાઠ ભણાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેમાં તે અત્યંત નારાજ દેખાઈ રહી છે.
ભીડમાં હાજર લોકો અસભ્ય વર્તન કરી રહ્યા
મળતી માહિતી મુજબ, જ્યારે પ્રાંજલ દહિયા સ્ટેજ પર પોતાની અદાઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહી હતી, ત્યારે ભીડમાં હાજર કેટલાક લોકો અસભ્ય વર્તન કરી રહ્યા હતા. સ્ટેજની બિલકુલ સામે ઉભેલા કેટલાક લોકો સતત બૂમો પાડી રહ્યા હતા અને અભિનેત્રી સાથે ગેરવર્તન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ ભીડમાં કેટલાક મોટી ઉંમરના વ્યક્તિઓ પણ સામેલ હતા, જેમને જોઈને પ્રાંજલ દહિયા વધુ ગુસ્સે થઈ હતી. તેણે પ્રોગ્રામ વચ્ચે જ માઈક પકડીને હરિયાણવી ભાષામાં તે લોકોને સંભળાવ્યું હતું કે, "તમારી પણ બહેન-દીકરીઓ અહીં ઉભી છે તો થોડા સરખા રહો, તાઉ હું તમારી છોકરીની ઉંમરની છું, તમે ક્યાં જોઈ રહ્યા છો? હું તમને જ કહી રહી છું, થોડા કંટ્રોલમાં રહો."
કલાકારો પ્રત્યે આદર જાળવવાની સલાહ
પ્રાંજલ દહિયા એ આગળ વધતાં કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, મનોરંજનના નામે કોઈ પણ પ્રકારની ગેરવર્તણૂક ચલાવી લેવામાં આવશે નહિ. તેણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ ખુલીને પ્રોગ્રામનો આનંદ માણે પરંતુ પોતાની હદ ન ઓળંગે. તેણે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તેની રિક્વેસ્ટ છે કે કોઈ સ્ટેજ પર આવવાનો પ્રયાસ ન કરે અને શિષ્ટાચાર જાળવી રાખે. પ્રાંજલ દહિયાના આ તેવર જોઈને ત્યાં હાજર અસભ્ય તત્વો શાંત થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને પ્રાંજલના વખાણ કરી રહ્યા છે અને કલાકારો પ્રત્યે આદર જાળવવાની સલાહ આપી રહ્યા છે.
ચાહકો પૂરો સપોર્ટ કરી રહ્યા
ઉલ્લેખનીય છે કે, પ્રાંજલ દહિયા હરિયાણવી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું એક ખૂબ જ મોટું નામ છે અને તેના ગીતો યુટ્યુબ પર કરોડો વ્યૂઝ મેળવે છે. તેના સુપરહિટ ગીતોમાં '52 ગજ કા દામન', 'જિપ્સી' અને 'મેરા બાલમ થાનેદાર' જેવા ચાર્ટબસ્ટર સોંગ્સનો સમાવેશ થાય છે. પોતાની મહેનતથી સ્ટાર બનેલી પ્રાંજલ દહિયા જ્યારે પણ સ્ટેજ પર આવે છે ત્યારે હજારોની મેદની ઉમટી પડે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓએ ફરી એકવાર લાઈવ પર્ફોમન્સ દરમિયાન મહિલા કલાકારોની સુરક્ષા અને લોકોની માનસિકતા પર સવાલો ઉભા કર્યા છે. હાલમાં તેના ચાહકો તેને પૂરો સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે કલાકારને પણ સન્માન સાથે જીવવાનો હક છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.