વિશાલ ભારદ્વાજની ફિલ્મ 'ઓ રોમિયો'નું ટ્રેલર રિલિઝ
'ઓ રોમિયો'ના ટ્રેલરમાં શાહિદ કપૂર એક ક્રૂર ગેંગસ્ટરના રોલમાં જોવા મળ્યો છે

'ઓ રોમિયો'

'ઓ રોમિયો'
હૈદરાબાદમાં શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ 'ઓ રોમિયો'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરી વચ્ચેની તીવ્ર અને હિંસક પ્રેમકથાની ઝલક જોવા મળે છે. 3 મિનિટ અને 8 સેકન્ડના આ ટ્રેલરમાં શાહિદ 'રોમિયો' ઉર્ફે 'ઉસ્તરા' નામના એક ક્રૂર ગેંગસ્ટરની મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, જે તેના અત્યંત આક્રમક અને રૉ અંદાજ માટે જાણીતો છે. ટ્રેલરની શરૂઆત શાહિદના લડાયક મૂડથી થાય છે, જે પ્રેક્ષકોને એક એક્શનથી ભરપૂર અને ગુનાખોરીની દુનિયાની સફર કરાવે છે. આ ફિલ્મ 13 ફેબ્રુઆરી, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
ચાહકોએ શાહિદના લૂકની ખૂબ પ્રશંસા કરી
ટ્રેલરમાં ગ્રાફિક હિંસા અને એક્શન દ્રશ્યોની ભરમાર હોવા છતાં, વાર્તામાં પ્રેમ અને વિરહના રસપ્રદ વળાંકો પણ છે. શાહિદ કપૂરનું પાત્ર તૃપ્તિ ડિમરીના પ્રેમમાં પાગલ બતાવાયું છે, જ્યારે તૃપ્તિ પોતે પોતાના પિતા પર થયેલા હુમલાનો બદલો લેવા માટે સંઘર્ષ કરતી એક શક્તિશાળી સ્ત્રી તરીકે ઉભરી આવે છે. આ ફિલ્મમાં નાના પાટેકર એક અડગ પોલીસ અધિકારીની ભૂમિકામાં છે, જ્યારે વિક્રાંત મેસી, દિશા પટાની, તમન્ના ભાટિયા, ફરીદા જલાલ અને અવિનાશ તિવારી જેવા કલાકારો પણ મહત્વના રોલમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આ ટ્રેલરને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે અને ચાહકો શાહિદના લૂક અને અભિનયની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
મુંબઈના અન્ડરવર્લ્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત પ્લોટ
વિશાલ ભારદ્વાજ ફરી એકવાર મુંબઈના અંધારા અન્ડરવર્લ્ડની પૃષ્ઠભૂમિ પર આધારિત પ્લોટ સાથે પરત ફર્યા છે. જોકે, એવી ચર્ચાઓ હતી કે 'ઓ રોમિયો' વાસ્તવિક જીવનના ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાના જીવન પર આધારિત છે, પરંતુ મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, આ એક સત્ય ઘટનાઓથી પ્રેરિત રોમેન્ટિક એક્શન ડ્રામા છે અને કોઈ બાયોપિક નથી. 'કમીને', 'હૈદર' અને 'રંગૂન' પછી શાહિદ અને વિશાલ ભારદ્વાજનું આ ચોથું કોલાબોરેશન છે. સાજિદ નડિયાદવાલા દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ હેઠળ પ્રોડ્યુસ કરવામાં આવી છે, જે વેલેન્ટાઈન વીક દરમિયાન દર્શકો માટે એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?