ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ
'તારક મહેતા' ફેમ એક્ટ્રેસે ‘લાલો’ના કરણ જોષી પર લગાવ્યા અભદ્ર મેસેજ કરવાના આક્ષેપ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ
Nehal Vadoliya Accuses Karan Joshi: ગુજરાતી સિનેમા જગતમાંથી એક અત્યંત ચોંકાવનારો અને વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ અભિનેત્રી નેહલ વડોલિયાએ તાજેતરમાં ચર્ચામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ ના મુખ્ય અભિનેતા કરણ જોષી પર અત્યંત ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નેહલનો આરોપ છે કે કરણ જોષી દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર તેને વાંધાજનક, અભદ્ર અને બીભત્સ મેસેજ મોકલવામાં આવ્યા છે. આ ઘટના સામે આવ્યા બાદ ઢોલીવુડ સહિત સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે.
સ્ક્રીનશોટ સાથે વીડિયો વાઇરલ કરીને પર્દાફાશ કર્યો
આ સમગ્ર મામલે એક્ટ્રેસ નેહલ વડોલિયાએ મૌન તોડતા કરણ જોષી સાથેની ચેટના કથિત સ્ક્રીનશોટ અને તમામ વિગતો જાહેર કરતો એક પાંચ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો. વીડિયોમાં નેહલે ગંભીર આરોપ લગાવતા ખુલાસો કર્યો છે કે એક્ટર કરણ જોષી દ્વારા ડિજિટલ માધ્યમથી તેની પાસે અત્યંત 'ગંદી માગ' કરવામાં આવી હતી. જોકે, જ્યારે અભિનેત્રીએ આ હરકત સામે સખત વાંધો ઉઠાવ્યો, ત્યારે કરણે પલટી મારી લીધી હતી અને બહાનું બનાવતા જણાવ્યું હતું કે આ મેસેજ તેના કોઈ મિત્રએ કર્યા છે. વીડિયોના અંતમાં નેહલ રડતાં-રડતાં કરણને મોકલેલી એક ઓડિયો વોઈસનોટ પણ સંભળાવી રહી છે, જેમાં તેની પીડા સાંભળી શકાય છે. આ વીડિયો અંદાજિત દોઢ કલાક બાદ એક્ટ્રેસે હટાવી લીધો હતો, પરંતુ તે પૂર્વે જ તે ઇન્ટરનેટ પર વાયુવેગે ડાઉનલોડ થઈને ફેલાઈ ગયો હતો.
કોણ છે અભિનેત્રી નેહલ વડોલિયા?
કરણ જોષી પર ગંભીર આક્ષેપ કરનાર એક્ટ્રેસ નેહલ વડોલિયા ગ્લેમર જગતનો જાણીતો ચહેરો છે. તેણે લોકપ્રિય ધારાવાહિક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એપિસોડ 2896 માં બબીતા જીની મિત્ર 'નેહા'નું પાત્ર ભજવ્યું હતું. આ ઉપરાંત, નેહલ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર 'ગંદી બાત 3', 'જૂલી', 'મસ્તરામ', 'ટાઈપરાઈટર' અને 'દુનાલી' જેવા કેટલાક ખૂબ જ ચર્ચિત પ્રોજેક્ટ્સમાં પણ મહત્વની ભૂમિકાઓ ભજવી ચૂકી છે.
એક્ટરનો બચાવ: 'એકાઉન્ટ હેક' થયું હોવાનો દાવો
બીજી તરફ, અમુક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વિવાદ થોડો જૂનો મામલો છે. આ પૂર્વે જ્યારે આ વિવાદ સપાટી પર આવ્યો હતો, ત્યારે એક્ટર કરણ જોષી તરફથી એવી સ્પષ્ટતા રજૂ કરવામાં આવી હતી કે તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થઈ ગયું હતું અને આ આપત્તિજનક મેસેજ તેણે પોતે નથી કર્યા. જોકે, એક્ટરનો આ દાવો કેટલો સાચો છે અને એકાઉન્ટ ખરેખર હેક થયું હતું કે નહીં, તેની કોઈ સત્તાવાર કે સાયબર ડિપાર્ટમેન્ટ તરફથી પૃષ્ટિ થઈ શકી નથી. હાલમાં નેટીઝન્સ દ્વારા કલાકારની આવી કથિત કરતૂત સામે આકરો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.