અભિનેતા નદીમ ખાનની બળાત્કારના કેસમાં ધરપકડ
ફિલ્મ ધુરંધરના અભિનેતા પર ૧૦ વર્ષ સુધી શોષણનો આરોપ, માલવણી પોલીસે કરી કાર્યવાહી

અભિનેતા નદીમ ખાન

અભિનેતા નદીમ ખાન
મુંબઈના મનોરંજન જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ફિલ્મ 'ધુરંધર' માં રહેમાન ડાકુના રસોઈયા અખલાકનું પાત્ર ભજવનાર અભિનેતા નદીમ ખાનની બળાત્કારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપી પર પોતાના જ ઘરે કામ કરતી મહિલા સાથે એક દાયકા સુધી જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
લગ્નની લાલચ આપી આચર્યું શોષણ :
મુંબઈની માલવણી પોલીસના જણાવ્યા અનુસાર, પીડિત મહિલા નદીમ ખાનના ઘરે કામ કરતી હતી. વર્ષ ૨૦૧૫થી આરોપીએ મહિલાનો વિશ્વાસ જીતીને તેને લગ્નનું ખોટું વચન આપ્યું હતું અને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. આરોપીએ છેલ્લા ૧૦ વર્ષથી મહિલાનું માનસિક અને શારીરિક શોષણ કરવાનું ચાલુ રાખ્યું હતું. શરૂઆતમાં મહિલા ડરના કારણે મૌન રહી હતી, પરંતુ જ્યારે નદીમ ખાને લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી ત્યારે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
પોલીસ તપાસમાં નવા ખુલાસાની શક્યતા :
પીડિતાની ફરિયાદના આધારે પોલીસે નદીમ ખાન વિરુદ્ધ બળાત્કાર અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે શું નદીમ ખાને અન્ય કોઈ મહિલાઓ સાથે પણ આ પ્રકારે છેતરપિંડી આચરી છે કે કેમ.
કોણ છે નદીમ ખાન ?
નદીમ ખાન બોલીવુડમાં સહાયક અભિનેતા તરીકે જાણીતો છે. તેણે 'ધુરંધર' ઉપરાંત નીના ગુપ્તા અને સંજય મિશ્રાની જાણીતી ક્રાઈમ થ્રિલર ફિલ્મ 'વધ' માં પણ ભૂમિકા ભજવી છે. આ સિવાય તે અનેક ટીવી જાહેરાતોમાં પણ જોવા મળ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.