મૌની રોયની છેડતી: કરનાલમાં એક્ટ્રેસ સાથે ગેરવર્તન
હરિયાણાના કરનાલમાં ઈવેન્ટ દરમિયાન મૌની રોય સાથે અભદ્ર વર્તન, આયોજકોની બેદરકારી પર સવાલ

મૌની રોય

મૌની રોય
બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે કરનાલમાં શરમજનક ઘટના: ઈવેન્ટમાં થઈ છેડતી
હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન જાણીતી બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય સાથે છેડતીની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. મૌનીએ સોશિયલ મીડિયા દ્વારા પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે ઇવેન્ટ દરમિયાન કેટલાક લોકોનું વર્તન અત્યંત અસહ્ય અને ગરિમાહીન હતું.
વડીલોનું વર્તન જોઈ એક્ટ્રેસ આઘાતમાં :
મૌની રોયના જણાવ્યા અનુસાર, જ્યારે તે સ્ટેજ તરફ જઈ રહી હતી ત્યારે ફોટો પડાવવાના બહાને આવેલા કેટલાક લોકોએ તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું. ખાસ કરીને મોટી ઉંમરના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી હરકતથી તે ભારે આઘાતમાં સરી પડી હતી. વિરોધ કરવા છતાં તે લોકોના વર્તનમાં કોઈ સુધારો આવ્યો નહોતો.
સ્ટેજ પર અભદ્ર ઈશારા અને ટિપ્પણીઓ :
પરફોર્મન્સ દરમિયાન પણ પરિસ્થિતિ વણસી હતી. સ્ટેજની સામે ઉભેલા કેટલાક શખ્સો સતત અશ્લીલ ઈશારા અને ગંદી ટિપ્પણીઓ કરી રહ્યા હતા. જ્યારે તેમને અટકાવવાનો પ્રયાસ થયો ત્યારે તેમણે એક્ટ્રેસ પર ફૂલો ફેંકીને હેરાનગતિ શરૂ કરી હતી. વ્યવસાયિકતા જાળવવા મૌનીએ પોતાનું પરફોર્મન્સ પૂરું કર્યું હતું, પરંતુ આ ઘટનાએ તેને માનસિક રીતે વિચલિત કરી દીધી હતી.
સુરક્ષા અને આયોજકોની નિષ્ક્રિયતા :
એક્ટ્રેસે આક્ષેપ કર્યો છે કે કેટલાક લોકો ખોટા એન્ગલથી વીડિયો શૂટ કરી રહ્યા હતા, છતાં ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ કે આયોજકોએ તેમને રોકવાની તસ્દી લીધી નહોતી. આટલી ગંભીર ઘટના બની રહી હોવા છતાં જવાબદાર લોકોની મૌન ભૂમિકા સામે મૌનીએ આકરા સવાલો ઉઠાવ્યા છે. તેણે વહીવટીતંત્ર પાસે ન્યાયની માંગ કરી છે અને જાહેર કાર્યક્રમોમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.