શહીદ ભગતસિંહની માતાએ મનોજ કુમારને એવું કહ્યું કે.....
મનોજ કુમારે કટોકટી દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો

મનોજ કુમારે કટોકટી દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો

મનોજ કુમારે કટોકટી દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો
है प्रीत जहां की रीत सदा… जब जीरो दिया मेरे भारत ने… हाय हाय ये मजबूरी..... જીવનના સત્યને ફિલ્મો અને ગીતોમાં વણી લેનાર હીરો મનોજ કુમાર હવે રહ્યા નથી. બોલીવુડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારે 87 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું. તેમણે કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.
ભરત કુમાર તરીકે જાણીતા મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937 ના રોજ પાકિસ્તાનના એબોટાબાદમાં થયો હતો અને તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી હતું. તેઓ હિન્દી ફિલ્મ ઉદ્યોગના એવા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક હતા, જેમણે ઘણી દેશભક્તિપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના જીવન અને કારકિર્દી સાથે જોડાયેલી ઘણી બધી વણકહી વાતો છે, જે તેમના સંઘર્ષ, પ્રેરણા અને વ્યક્તિત્વને ઉજાગર કરે છે.
શહીદ અને ભગતસિંહ પાસેથી પ્રેરણા
મનોજ કુમાર ક્રાંતિકારી ભગતસિંહથી ખૂબ પ્રભાવિત હતા. 1965માં ફિલ્મ 'શહીદ'માં ભગત સિંહની ભૂમિકા ભજવ્યા બાદ, તેમણે દેશભક્ત અભિનેતા તરીકેની પોતાની છબી સ્થાપિત કરી. આ ફિલ્મ જોયા પછી, ભગતસિંહની માતાએ કહ્યું હતું કે તું બિલકુલ મારા દીકરા જેવો લાગે છે. આ નિવેદનથી તે ભાવુક થઈ ગયા. આ તેમના માટે સૌથી મોટું સન્માન હતું.
ભાગલાનું દુ:ખ અને શરણાર્થી શિબિરનો અનુભવ
મનોજ કુમારે ભારત-પાકિસ્તાનના ભાગલાનો દુઃખદ સમય જોયો. જ્યારે તેઓ 10 વર્ષના હતા, ત્યારે તેમનો પરિવાર પાકિસ્તાનથી દિલ્હી રહેવા ગયો. આ સમય દરમિયાન તેઓ કિંગ્સવે રેફ્યુજી કેમ્પમાં રહ્યા. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેમની માતા અને નાના ભાઈ બીમાર પડ્યા ત્યારે તેમને હોસ્પિટલમાં કોઈ મદદ મળી ન હતી. ગુસ્સામાં આવીને તેમણે ડોક્ટરો અને નર્સોને માર માર્યો હતો, જેના પગલે તેમના પિતાએ તેને હિંસા ન કરવાનો શપથ લેવડાવ્યો હતો. આ ઘટનાનો તેમના જીવન પર ઊંડો પ્રભાવ પડ્યો.
પોલીસનો લાઠીચાર્જ અને ગુસ્સે ભરેલું વર્તન
ભાગલા પછીની પરિસ્થિતિએ મનોજ કુમારને ગુસ્સે કર્યા. એકવાર, તેમને પોલીસના લાઠીચાર્જનો સામનો પણ કરવો પડ્યો. જોકે, પિતા પાસેથી શપથ લીધા પછી, તેમણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને ક્યારેય હિંસાનો આશરો લીધો નહીં.
નામ કેમ બદલ્યું
મનોજ કુમાર બાળપણથી જ દિલીપ કુમાર અને અશોક કુમારના ચાહક હતા. આ કલાકારોથી પ્રેરિત થઈને, તેમણે પોતાનું નામ હરિકૃષ્ણથી બદલીને મનોજ કુમાર રાખ્યું. ફિલ્મોમાં આવ્યા પછી, તેમની દેશભક્તિની છબીએ તેમને 'ભરત કુમાર'નું બિરુદ અપાવ્યું
ભિખારીનો રોલ ભજવી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી
મનોજ કુમારે 1967માં ફિલ્મ 'ફેશન'થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં તેમણે 80 વર્ષના ભિખારીની ભૂમિકા ભજવી હતી. આ તેમનું પહેલું પગલું હતું, જે પાછળથી તેમને સ્ટારડમ સુધી લઈ ગયું. તેમને 1960માં આવેલી 'કાંચી કી ગુડિયા'માં પ્રથમ લીડ રોલ મળ્યો હતો.
લાલ બહાદુર શાસ્ત્રી અને પરોપકારની વાર્તા
શહીદ જોયા પછી, તત્કાલીન વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી મનોજ કુમારને મળ્યા અને તેમના સૂત્ર 'જય જવાન જય કિસાન' પર ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું. મનોજે આ પ્રેરણાને ગંભીરતાથી લીધી અને દિલ્હીથી મુંબઈની ટ્રેન મુસાફરી દરમિયાન 'ઉપકાર'ની વાર્તા લખી. આ ફિલ્મ સુપરહિટ રહી અને તેને અનેક પુરસ્કારો મળ્યા.
કટોકટીનો વિરોધ અને ફિલ્મ પર પ્રતિબંધ
મનોજ કુમારે કટોકટી દરમિયાન સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમની ફિલ્મ 'રોટી કપડા ઔર મકાન' પર સામાજિક મુદ્દાઓ ઉઠાવવાના કારણે થોડા સમય માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તેમનું નિર્ભય વ્યક્તિત્વ દર્શાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.