લાલો ફિલ્મની ઐતિહાસિક કમાણી: 23 લોકોના જીવ બચાવ્યા
ગુજરાતી ફિલ્મ 'લાલો' એ બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ, આત્મહત્યા કરવા જઈ રહેલા લોકો માટે સંજીવની

લાલો કૃષ્ણ સદા સહાયતે

લાલો કૃષ્ણ સદા સહાયતે
વર્ષ 2025 ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે સુવર્ણ અક્ષરે લખાશે. અત્યંત મર્યાદિત બજેટમાં નિર્મિત ફિલ્મ 'લાલો- કૃષ્ણ સદા સહાયતે' એ બોક્સ ઓફિસ પર તમામ અંદાજો ખોટા પાડીને ₹100 કરોડથી વધુનો આંકડો વટાવ્યો છે. આ અદભૂત સફળતાને જોતા નિર્માતાઓએ હવે આ ફિલ્મને રાષ્ટ્રીય સ્તરે હિન્દી ભાષામાં પણ રજૂ કરી છે.
મનોરંજનની સાથે જીવન બચાવવાનું કાર્ય :
ફિલ્મના દિગ્દર્શક અંકિત સખિયાએ એક હૃદયસ્પર્શી ખુલાસો કરતા જણાવ્યું છે કે આ ફિલ્મ માત્ર આર્થિક રીતે સફળ નથી થઈ, પરંતુ તેણે સામાજિક જવાબદારી પણ નિભાવી છે. અહેવાલો મુજબ, લગભગ 23 એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં લોકોએ આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ આ ફિલ્મ જોયા બાદ તેમને જીવન પ્રત્યે નવો દ્રષ્ટિકોણ મળ્યો અને તેઓ જીવવા માટે પ્રેરિત થયા. થિયેટરોમાં દર્શકો ભાવુક થતા જોવા મળ્યા હતા અને અનેક લોકોએ તેને હીલિંગ અનુભવ ગણાવ્યો હતો.
ઝીરો રિસ્પોન્સથી બ્લોકબસ્ટર સુધીની સફર :
ફિલ્મની શરૂઆત જ્યારે થઈ ત્યારે પ્રતિસાદ ઘણો નબળો હતો, પરંતુ લોકોના સકારાત્મક રિવ્યુ અને એકબીજાને ફિલ્મ જોવાની ભલામણ (માઉથ પબ્લિસિટી) ના કારણે થિયેટરો હાઉસફુલ થવા લાગ્યા. દિગ્દર્શકના મતે, ફિલ્મની સફળતા પાછળ લોકોનો ઈમોશનલ જોડાણ અને શ્રીકૃષ્ણ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા મુખ્ય પરિબળો રહ્યા છે.
શું છે ફિલ્મની વિશેષતા ?
આ ફિલ્મની વાર્તા એક ગરીબ રિક્ષાચાલકની આસપાસ ફરે છે, જે અણધારી રીતે એક ફાર્મહાઉસમાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. ઘોર નિરાશાની પળોમાં જ્યારે તે ભગવાન કૃષ્ણની સહાય માંગે છે, ત્યારે તેને જે માર્ગદર્શન મળે છે તે તેની આખી જિંદગી બદલી નાખે છે. ભૂતકાળના આઘાત અને વર્તમાનની તકલીફોમાંથી બહાર આવવાની આ સુંદર ગાથાએ દર્શકોના દિલ જીતી લીધા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.