ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું નિધન
તાજેતરમાં જ તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા.

કુમુદિની લાખિયાનું નિધન

કુમુદિની લાખિયાનું નિધન
ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું આજે વહેલી સવારે 95 વર્ષની વયે નિધન થયુ છે. તાજેતરમાં જ તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા.કુમુદિની લાખિયાએ ગોપી કૃષ્ણ સાથે હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં પણ કોરિયોગ્રાફી કરી હતી. તે કથક નૃત્યકારો અદિતી મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઇ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઇશિરા પરીખ, પ્રશાંત શાહ, ઊર્જા ઠાકોર અને પારૂલ શાહ સહિતના ઘણાં શિષ્યોને શીખવ્યુ હતું.
તેમનો જન્મ 17 મે 1930ના રોજ અમદાવાદમાં થયો હતો. તે એક સફળ ભારતીય કથક નૃત્યાંગના અને કોરિયોગ્રાફર હતા. તેમણે જયપુર ઘરાનાના વિવિધ ગુરૂઓ અને પછી શંભુ મહારાજ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. ખાસ કરીને તેઓ તેમના બહુ કલાકારો ધરાવતા કોરિયોગ્રાફી માટે જાણીતા હતા. તેમણે ધબકાર, યુગલ અને અતહ કિમ દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવ દરમિયાન રજૂ કર્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.