કિડ્સ સ્પેશિયલ OTT: 'Kidz on ZEE5' ભારતમાં લોન્ચ!
Kidz on ZEE5માં પેરેન્ટલ કંટ્રોલ ફીચર સાથે એડ-ફ્રી અનુભવ અનેસુરક્ષાને અગ્રતા અપાશે.

'Kidz on ZEE5' ભારતમાં લોન્ચ

'Kidz on ZEE5' ભારતમાં લોન્ચ
બાળકો માટે સલામત, સર્જનાત્મક અને મનોરંજક કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનો ધ્યેય રાખીને ZEEએ એક મોટું પગલું લીધું છે. OTT ક્ષેત્રમાં ZEE વિસ્તરણની નવી દિશામાં આગળ વધી પોતાની નવી સર્વિસ ‘Kidz on ZEE5’ લોન્ચ કરી છે. જે બાળકોના મનોરંજન ક્ષેત્રે મોટું પગલું છે.
આ નવી OTT સર્વિસ ખાસ 3થી 12 વર્ષની વયના બાળકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં સ્થાનિક ભાષાઓના કન્ટેન્ટ પર વિશેષ ફોકસ છે. પ્લેટફોર્મ પર ભારતીય લોકકથાઓ, લેટેસ્ટ એનિમેશન, એડવેન્ચર શ્રેણીઓ અને એજ્યુકેશનલ પ્રોગ્રામ્સનો સમાવેશ કરાયો છે.
બાળકોના માતા–પિતાની સૌથી મોટી ચિંતા સુરક્ષિત કન્ટેન્ટની હોય છે. આ માટે પ્લેટફોર્મમાં ખાસ પેરેન્ટલ કંટ્રોલ ફીચર્સ અને એડ-ફ્રી અનુભવની પણ સુવિધા આપવામાં આવી છે. કંપની અનુસાર, ‘Safety-first entertainment’ તેમનો મુખ્ય સિદ્ધાંત રહેશે.
ZEEના જણાવ્યા પ્રમાણે, ભારતમાં બાળકો માટે ગુણવત્તાસભર અને સાથોસાથ કિડ્સ ફ્રેન્ડલી ડિજિટલ જગ્યા ઉભી કરવી હવે સમયની માંગ છે, અને એજ દિશામાં ‘Kidz on ZEE5’ આગળ વધી રહ્યું છે. ભારતમાં બાળકોનું ડિજિટલ કન્ઝમ્પશન ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને એનિમેશન અને લોકવાર્તાઓ આધારિત કન્ટેન્ટમાં અપેક્ષા કરતા વધુ માંગ જોવા મળી છે. આ પરિસ્થિતિ ZEE માટે ‘Kidz on ZEE5’ લોન્ચ કરવાનો સૌથી યોગ્ય સમય બની.
ZEE આ સેગમેન્ટમાં હવે Disney+, Cartoon Network અને Pogo જેવી આંતરરાષ્ટ્રીય–રાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સીધી સ્પર્ધામાં પ્રવેશી રહ્યું છે. તેમ છતાં ZEEને વિશ્વાસ છે કે ભારતીય સંસ્કૃતિ આધારિત કથાઓ તથા પ્રદેશીય ભાષાના કન્ટેન્ટનો વિકલ્પ તેમને અલગ ઓળખ આપશે. ‘મેડ-ફોર-ઇન્ડિયા’ કન્ટેન્ટ બાળકોને ભારતીય મૂલ્યો સાથે જોડવાનું મહત્વનું સાધન બની શકે છે.
‘Kidz on ZEE5’ને ZEE ગ્રૂપના ડિજિટલ પરિવર્તનના આગામી તબક્કા તરીકે જોવામાં આવી રહ્યું છે. OTT બજારમાં વધતી સ્પર્ધા વચ્ચે Indien-first અને Kids-first અભિગમ સાથે ZEEનું આ પગલું ચર્ચામાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.