રણવીર સિંહની કાનૂની નોટિસની મોટી અસર
FWICEએ પ્રતિબંધ પાછો ખેંચ્યો, હવે શું કરશે ફરહાન અખ્તર?

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Don 3 Controversy: બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ અને 'ડોન 3' ફિલ્મને લઈને સર્જાયેલો વિવાદ હવે એક નવા વળાંક પર પહોંચ્યો છે. ડાયરેક્ટર ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ડોન 3' માંથી અચાનક બહાર નીકળ્યા બાદ રણવીર સિંહ મુશ્કેલીઓમાં ફસાયો હતો. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE) દ્વારા અભિનેતા પર લાદવામાં આવેલો અસહકારનો આદેશ (પ્રતિબંધ) હવે સત્તાવાર રીતે પાછો ખેંચી લેવામાં આવ્યો છે. રણવીર સિંહ દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસ અને ઇન્ડસ્ટ્રીના અન્ય સંગઠનોના દબાણ બાદ FWICE ને આ નિર્ણય લેવાની ફરજ પડી છે.
₹40 કરોડનું વળતર અને FWICE નો પ્રતિબંધ
આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રણવીર સિંહે શૂટિંગ શરૂ થવાના ગણતરીના 10 દિવસ પહેલા જ 'ડોન 3' છોડવાનો નિર્ણય કર્યો. અહેવાલો અનુસાર, રણવીરના આ અચાનક એક્ઝિટના કારણે પ્રોડ્યુસર-ડાયરેક્ટર ફરહાન અખ્તરને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું. ફરહાને રણવીર પાસે ₹40 કરોડના વળતરની માંગણી કરી હતી, જે ચૂકવવાનો અભિનેતાએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. આનાથી નારાજ થઈને ફરહાન અખ્તરે FWICE માં ફરિયાદ નોંધાવી, જેના પગલે સંગઠને રણવીર સિંહ વિરુદ્ધ અસહકારનો આદેશ જારી કરીને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીને તેની સાથે કામ ન કરવા જાહેરાત કરી દીધી હતી. જોકે, રણવીરે આ કડક નિર્ણય સામે FWICE ને કાનૂની નોટિસ ફટકારી હતી.
અન્ય સંગઠનોની અપીલ બાદ પીછેહઠ
તાજેતરમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં FWICE એ સ્પષ્ટ કર્યું કે, રણવીર સિંહ સામેનો અસહકારનો નિર્દેશ હવે પાછો ખેંચવામાં આવ્યો છે. સંગઠના જણાવ્યા અનુસાર, ઇન્ડસ્ટ્રીની અન્ય અગ્રણી સંસ્થાઓ જેવી કે IMPAA (ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ એસોસિએશન), પ્રોડ્યુસર્સ ગિલ્ડ અને CINTAA એ આ પ્રતિબંધ હટાવવા માટે સત્તાવાર અપીલ કરી હતી. જોકે, સંગઠને ઉમેર્યું કે તેઓ રણવીરની કાનૂની નોટિસનો કાયદેસર રીતે જવાબ આપશે અને ઉદ્યોગના હિતોના રક્ષણ માટે અભિનેતાને ટેબલ પર બેસીને સૌહાર્દપૂર્ણ રીતે મામલો ઉકેલવા આમંત્રણ આપે છે.
કંગના રનૌત અને CINTAA નો ખુલ્લો ટેકો
આ મુશ્કેલ સમયમાં રણવીર સિંહને ફિલ્મ જગતમાંથી મોટું સમર્થન મળ્યું છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે રણવીરનો પક્ષ લેતા જણાવ્યું કે, જીવનમાં આગળ વધતી વખતે અસંખ્ય અવરોધો અને દુશ્મનોનો સામનો કરવો જ પડે છે, જે તમારી સફળતાની સાબિતી છે. બીજી તરફ, CINTAA ના ઉપપ્રમુખ અને વરિષ્ઠ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેએ પણ રણવીરને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, CINTAA ને રણવીર સિંહ જેવા સભ્ય પર ગર્વ છે અને સંસ્થા દરેક વળાંક પર તેના અધિકારોનું રક્ષણ કરવા તેની સાથે મજબૂતીથી ઉભી રહેશે.
અધ્ધરતાલ લટકી 'ડોન 3'
આ વિવાદો વચ્ચે 'ડોન 3' નું ભવિષ્ય ફરી એકવાર ધૂંધળું દેખાઈ રહ્યું છે. આ ફિલ્મ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં ચાલી રહી છે. રણવીર પહેલાં, અભિનેત્રી કિયારા અડવાણીએ પોતાની પ્રેગ્નન્સીના કારણે અને ત્યારબાદ વિલનની ભૂમિકા ભજવનાર વિક્રાંત મેસીએ પણ આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. ખુદ ફરહાન અખ્તરે પણ સ્ક્રિપ્ટ પૂર્ણ કરવામાં સમય લાગતો હોવાની વાત સ્વીકારી છે. હવે રણવીરના બહાર નીકળ્યા બાદ આ મેગા પ્રોજેક્ટ ક્યારે શરૂ થશે તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.