‘ધુરંધર 2’ના OTT રિલીઝને લઈને મોટો ટ્વિસ્ટ
જાણો ભારતમાં ક્યારે અને ક્યાં જોવા મળશે આ અનકટ ફિલ્મ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Dhurandhar 2 OTT Release : બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કર્યા બાદ, બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર 2' હવે ડિજિટલ પ્લેટફોર્મ પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ચાહકો લાંબા સમયથી આ ફિલ્મના ઓટીટી (OTT) રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જોકે, આ ફિલ્મના ઓટીટી રિલીઝને લઈને એક મોટો અને રસપ્રદ ટ્વિસ્ટ સામે આવ્યો છે, જેને કારણે ભારતીય દર્શકોમાં થોડી મૂંઝવણ ઊભી થઈ હતી.
શું છે ટ્વિસ્ટ?
વાસ્તવમાં, નિર્માતાઓએ આ ફિલ્મ માટે આંતરરાષ્ટ્રીય અને ભારતીય બજાર માટે અલગ-અલગ ડીલ કરી છે. 'ધુરંધર 2' વૈશ્વિક સ્તરે એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં નેટફ્લિક્સ (Netflix) પર રિલીઝ થવાની છે, જ્યારે ભારતમાં તેના સ્ટ્રીમિંગના અધિકારો Jio Hotstar પાસે છે. નેટફ્લિક્સે ઘણા સમય પહેલા જ તેની રિલીઝ ડેટ જાહેર કરી દીધી હતી, પરંતુ Jio Hotstar દ્વારા કોઈ સત્તાવાર અપડેટ ન અપાતા ભારતીય ચાહકો અસમંજસમાં હતા કે તેઓ આ ફિલ્મ ક્યારે જોઈ શકશે.
Ladies and gentlemen, are you ready for this? 😉 pic.twitter.com/yYGs06uI4H
— JioHotstar (@JioHotstar) May 15, 2026
Jio Hotstar એ આપ્યો મોટો સંકેત
ભારતમાં ફિલ્મના વિલંબને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો સતત સવાલો ઉઠાવી રહ્યા હતા. આ ચર્ચા વચ્ચે, Jio Hotstar એ આખરે મૌન તોડ્યું છે અને પોતાના સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ પર એક મોટો સંકેત આપ્યો છે. પ્લેટફોર્મ દ્વારા ફિલ્મની એક ખાસ ક્લિપ શેર કરવામાં આવી છે, જેના કેપ્શનમાં લખ્યું છે, "મહિલાઓ અને સજ્જનો, શું તમે આ માટે તૈયાર છો?" આ સાથે જ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, "ધમાકો ટૂંક સમયમાં આવી રહ્યો છે." જોકે, Jio Hotstar એ હજુ પણ કોઈ ચોક્કસ તારીખની જાહેરાત કરી નથી, પરંતુ આ પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે ભારતીય દર્શકોની રાહ હવે ટૂંક સમયમાં જ ખતમ થશે.
OTT પર જોવા મળશે 3 મિનિટનું નવું કન્ટેન્ટ
બીજી તરફ, 'ધુરંધર 2' નું ઇન્ટરનેશનલ માર્કેટમાં નેટફ્લિક્સ પર 15 મેથી સ્ટ્રીમિંગ શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે ઓટીટી પર રિલીઝ થયેલું આ વર્ઝન થિયેટર કરતાં અલગ છે. નિર્માતાઓએ તેને ફિલ્મનું 'અનકટ' (Uncut) સંસ્કરણ ગણાવ્યું છે, જેમાં સેન્સર અથવા થિયેટરમાં કાપી નાખવામાં આવેલા તમામ દ્રશ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યાં સિનેમાઘરોમાં આ ફિલ્મ 3 કલાક અને 49 મિનિટની હતી, ત્યાં ઓટીટી પર તેની લંબાઈ 3 કલાક અને 52 મિનિટની છે. રિપોર્ટ્સનું માનીએ તો, ભારતીય બજારમાં આ ફિલ્મનો ક્રેઝ જોતા Jio Hotstar એ 'ધુરંધર 2' ના ડિજિટલ રાઈટ્સ ખરીદવા માટે અધધ ₹150 કરોડની તગડી રકમ ચૂકવી છે. હવે જોવાનું એ રહેશે કે Jio Hotstar ભારતમાં આ અદ્રશ્ય વર્ઝન કઈ તારીખે ધમાકેદાર રીતે રિલીઝ કરે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કેવડિયામાં આજે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ, કાર્તિક આર્યન, મામૂટ્ટી અને યામી ગૌતમ સહિત સ્ટાર્સનું થશે સન્માન.

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.