ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: 1466 કરોડ પાર
રણવીર સિંહની ફિલ્મનો રેકોર્ડબ્રેક દેખાવ,વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ

ધુરંધર 2 બોક્સ ઓફિસ કલેક્શન

ધુરંધર 2 બોક્સ ઓફિસ કલેક્શન
બોલીવુડ સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. રિલીઝના પ્રથમ દિવસથી જ આ ફિલ્મ કમાણીના નવા શિખરો સર કરી રહી છે. માત્ર 14 દિવસના ટૂંકા ગાળામાં ફિલ્મે વિશ્વભરમાં આશરે 1,466.47 કરોડ રૂપિયાનું અધધ કલેક્શન કરીને સિનેમા જગતને ચોંકાવી દીધું છે. આ સાથે જ તે ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી વધુ કમાણી કરનારી ટોચની ચાર ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
ભારતીય બજારમાં ફિલ્મે મચાવી ધૂમ :
ટ્રેડ એનાલિસ્ટ વેબસાઇટ સેકનિલ્કના આંકડા અનુસાર, ફિલ્મે તેની રિલીઝના બીજા બુધવારે (14મા દિવસે) ભારતમાં 20.10 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. અત્યાર સુધીમાં ભારતનું કુલ નેટ કલેક્શન 920.02 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે ગ્રોસ કલેક્શન (ટેક્સ પહેલાની રકમ) 1,101.47 કરોડ રૂપિયા થઈ ગયું છે. વિદેશી બજારોમાં પણ ફિલ્મે શાનદાર પ્રદર્શન કરતા 365 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
હિન્દી વર્ઝનનો સૌથી વધુ ફાળો :
ધુરંધર 2 ને અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી, જેમાં હિન્દી વર્ઝન સૌથી સફળ સાબિત થયું છે. 14મા દિવસના કલેક્શન પર નજર કરીએ તો:
હિન્દી: 18.75 કરોડ રૂપિયા
તેલુગુ: 85 લાખ રૂપિયા
તમિલ: 30 લાખ રૂપિયા
કન્નડ: 15 લાખ રૂપિયા
મલયાલમ: 5 લાખ રૂપિયા
રેકોર્ડબ્રેક સફળતા અને જૂના રેકોર્ડ્સ :
આ ફિલ્મ હવે દુનિયાની સૌથી વધુ કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બની ગઈ છે. હવે તેની આગળ માત્ર ‘દંગલ’, ‘બાહુબલી 2’ અને ‘પુષ્પા 2’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો જ બાકી છે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મની પ્રથમ કડી એટલે કે 'ધુરંધર' પણ અત્યંત સફળ રહી હતી, જેણે વિશ્વભરમાં 1,307 કરોડની કમાણી કરી હતી.
વિદેશમાં પણ રણવીર સિંહનો જાદુ :
ફિલ્મને ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે, જ્યાં તેણે બાહુબલી 2 ના કેટલાક અગાઉના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. નોંધનીય બાબત એ છે કે ખાડી દેશોમાં રિલીઝ માટે મંજૂરી ન મળી હોવા છતાં, ફિલ્મે ગ્લોબલ માર્કેટમાં મજબૂત પક્કડ બનાવી રાખી છે. આ ઉપરાંત, તે ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી ‘A’ રેટેડ ફિલ્મ તરીકે પણ ઉભરી આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.