મથુરામાં સની લિયોનીના કાર્યક્રમ પર વિવાદ
સાધુ-સંતોએ કલેક્ટરને પત્ર લખી રદ કરવાની માંગ કરી, પવિત્ર બ્રજભૂમિમાં અશ્લીલતા નહીં સહન કરે

મથુરામાં સની લિયોની

મથુરામાં સની લિયોની
ઉત્તર પ્રદેશની પવિત્ર ધાર્મિક નગરી મથુરામાં નવા વર્ષની ઉજવણી પહેલા વિવાદના વાદળો છવાયા છે. બોલીવુડ અભિનેત્રી સની લિયોનીના એક સૂચિત કાર્યક્રમને લઈને સ્થાનિક સાધુ-સંતો અને સનાતની સંસ્થાઓએ મોરચો માંડ્યો છે. વિરોધ એટલો ઉગ્ર છે કે હવે સની લિયોનીની મથુરામાં એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવાની માંગ પ્રબળ બની રહી છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિર કેસના મુખ્ય અરજદાર દિનેશ ફલાહારી મહારાજે આ મામલે મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખીને તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. તેમણે પત્રમાં સ્પષ્ટપણે લખ્યું છે કે, "બ્રજભૂમિ એ પાવન સ્થળ છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે રાસલીલા કરી હતી. અહીં નવા વર્ષના બહાને અશ્લીલતા અને ફુહડતા પીરસવાના પ્રયાસો ક્યારેય સહન કરવામાં આવશે નહીં." મહારાજે આયોજકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની અને કાર્યક્રમ તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
સાધુઓનું કહેવું છે કે આ કાર્યક્રમ ભગવાન શ્રીકૃષ્ણની આ પવિત્ર ભૂમિ પર ધાર્મિક પરંપરાઓ અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી શકે છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે હોટલ લલિતા ગ્રાઉન્ડ અને હોટલ ધ ટ્રકમાં આ કાર્યક્રમ યોજવાની તૈયારીઓ ચાલી રહી હતી. આ એક સોચ્યું-સમજ્યું કાવતરું છે જે દિવ્ય ગોલોક ભૂમિની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યું છે.
એક તરફ વિરોધ ચાલી રહ્યો છે, તો બીજી તરફ સની લિયોની આ ઇવેન્ટને લઈને સોશિયલ મીડિયા પર સતત પ્રમોશનલ પોસ્ટ કરી રહી હતી. હવે સૌની નજર મથુરા વહીવટી તંત્રના નિર્ણય પર ટકી છે. શું વહીવટી તંત્ર ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ રદ કરશે કે આયોજકોને શરતો સાથે પરવાનગી આપશે, તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.
આ મામલે તાજા અપડેટ્સ અનુસાર, મથુરા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રે હજુ કોઈ સત્તાવાર નિર્ણય જાહેર કર્યો નથી, પરંતુ સંતોના વિરોધને લઈને તપાસ ચાલુ છે. જેમાં સંતોના પત્ર અને વિરોધના વીડિયો વાયરલ થયા છે. પરંતુ નવા વર્ષના કારણે ભીડને લઈને વહીવટી તંત્ર અલર્ટ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.