કોલ્ડપ્લેના લીડ સિંગરની અડધી રાત્રે ટુ-વ્હીલર પર સવારી
અમદાવાદમાં આજથી બે દિવસ મ્યુઝિકનો 'મહાકુંભ', બ્રિટિશ બેન્ડ પ્રેક્ષકોને ડોલાવશે

ટ્રાફિક-સુરક્ષાની વ્યવસ્થા

ટ્રાફિક-સુરક્ષાની વ્યવસ્થા
અમદાવાદ સહિત દેશના મ્યુઝિક લવર્સ જે દિવસની રાહ જોતા હતા તે 25 જાન્યુઆરીનો દિવસ આવી ચૂક્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહેલી કોલ્ડપ્લે કોન્સર્ટને હવે ગણતરી કલાકો બાકી છે. મ્યુઝિક લવર્સને ડોલાવવા માટે ક્રિસ માર્ટિનની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. સાંજે પાંચ વાગ્યાથી શરૂ થનારી આ ઈવેન્ટ માટે પ્રેક્ષકોને બપોરે 3 વાગ્યાથી જ સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત થશે. સ્ટેડિયમમાં અંદાજે 1 લાખ કરતા વધુ લોકો ઉપસ્થિત રહેવાના હોય જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે. ઈવેન્ટના કારણે ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે પણ પ્રતિબંધિત અને વૈકલ્પિક માર્ગોની યાદી જાહેર કરવામાં આવી છે. ઈવેન્ટને લઈ કેવી તૈયારી છે તેની આગળ વાત કરીએ.
દુનિયાભરના ફેન્સ જેની એક જલક જોવા માગે છે તે કોલ્ડપ્લેનો લીડ સિંગર ક્રિસ માર્ટિન 24 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદની ગલિયોમાં ટુ-વ્હીલર પર ફરવા નીકળી પડ્યો હતો. કોઈપણ જાતની સિક્યુરિટી વગર ક્રિસ માર્ટિનએ ટુ-વ્હીલર પાછળ બેસીને સવારીની મજા માણી હતાં. આ પહેલાં પણ મુંબઈ પહોંચતાં જ તે મરિનડ્રાઈવ પણ પહોંચી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજનારા 25 અને 26 જાન્યુઆરીના કોન્સર્ટ માટે મુંબઈ, બેંગ્લોર સહિતથી ફેન્સ 2500થી 25000ની ટિકિટ લઈ અમદાવાદ ક્રિસ માર્ટિનને સાંભળવા આવવાના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.