સેલિના જેટલીએ ઘરેલુ હિંસાના લગાવ્યો આરોપ
સેલિના જેટલીએ પતિ વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં ઘરેલુ હિંસા અને ક્રૂરતાનનો કેસ કર્યો

સેલિના જેટલી

સેલિના જેટલી
બૉલિવૂડની જાણીતી અભિનેત્રી સેલિના જેટલી ફરી એકવાર ચર્ચામાં આવી છે. તેમણે તેમના પતિ પીટર હૉગ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને ક્રૂરતાના ગંભીર આરોપો લગાવતો કેસ મુંબઈની કોર્ટમાં દાખલ કરાવ્યો છે. આ સમાચારથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. સેલિના જેટલીએ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ મુંબઈની એક અદાલતમાં અરજી દાખલ કરી છે, જેમાં તેમણે પતિ પર ક્રૂરતા, છેડછાડ અને સતત ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય, અભિનેત્રી છેલ્લા 14 મહિનાથી ગુમ થયેલા તેમના ભાઈ, નિવૃત્ત મેજર વિક્રાંત કુમાર જેટલીના મામલે પણ ચર્ચામાં હતા.
50 કરોડના વળતરની કરી માંગ
44 વર્ષીય સેલિના જેટલીને કોર્ટમાં પ્રતિષ્ઠિત લો ફર્મ કરંજવાલા એન્ડ કંપનીની ટીમ રિપ્રેઝન્ટ કરી રહી છે. સેલિનાની અરજીમાં સ્પષ્ટપણે આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓ પીટર હૉગના હાથે "સતત ઘરેલુ હિંસાનો શિકાર બની છે." અભિનેત્રીએ તેમના પતિની ક્રૂરતાના કારણે થયેલા આવકના નુકસાન માટે 50 કરોડના વળતરની માંગ કરી છે. આ ઉપરાંત, તેમણે પતિ પાસેથી દર મહિને 10 લાખનું ભરણપોષણ પણ માંગ્યું છે. સેલિના જેટલીએ પોતાની અરજીમાં પીટર હૉગને મુંબઈના તેમના ઘરમાં પ્રવેશતા અટકાવવા અને તેમના 3 બાળકો વિન્સ્ટન, વિરાજ અને આર્થરની કસ્ટડી પણ માંગી છે. સેલિનાની આ અરજી બાદ મુંબઈની અદાલતે પીટર હૉગને ઔપચારિક નોટિસ જારી કરી છે.
14 વર્ષનું વૈવાહિક જીવન
ઉલ્લેખનીય છે કે, સેલિના જેટલી અને પીટર હૉગે વર્ષ 2011માં ઑસ્ટ્રિયામાં એક અંગત સમારોહમાં લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ માર્ચ 2012માં તેઓ જોડિયા પુત્રોના માતા-પિતા બન્યા હતા. વર્ષ 2017માં પણ તેમને ફરી જોડિયા પુત્રો થયા હતા, પરંતુ જન્મજાત હૃદય રોગને કારણે તેમાંથી એક બાળકનું મૃત્યુ થતાં પરિવારને ઊંડો આઘાત લાગ્યો હતો. 14 વર્ષના વૈવાહિક જીવનમાં આવેલી આ ગંભીર તિરાડથી સેલિનાના ચાહકો આશ્ચર્યચકિત છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.