બેટલ ઓફ ગલવાન: સલમાનની ફિલ્મથી ચીનમાં મચ્યો ફફડાટ
ગલવાન સંઘર્ષ પર આધારિત સલમાન ખાનની ફિલ્મનું ટીઝર રિલીઝ થતા જ ચીની મીડિયામાં વિરોધનો સૂર

સલમાન ખાન

સલમાન ખાન
બોલિવૂડના દબંગ સ્ટાર સલમાન ખાનની નવી ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન' (Battle of Galwan) ચર્ચામાં છે. આ ફિલ્મનું ટીઝર રિલીઝ થતાની સાથે જ પડોશી દેશ ચીનમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી લોહિયાળ અથડામણ પર આધારિત આ ફિલ્મ સામે ચીની મીડિયા અને ત્યાંના નિષ્ણાતોએ વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું છે.
શહીદ સંતોષ બાબુના પાત્રમાં સલમાન ખાન :
આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુની ભૂમિકા ભજવી રહ્યા છે. કર્નલ સંતોષ બાબુ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી રોકતા અને દેશની રક્ષા કરતા શહીદ થયા હતા. ચીનમાં સલમાન ખાન 'બજરંગી ભાઈજાન' જેવી ફિલ્મોને કારણે ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ આ ફિલ્મમાં દેશભક્તિના પાત્રને લઈને ચીની મીડિયામાં નારાજગી જોવા મળી રહી છે.
ચીની નિષ્ણાતોની પ્રતિક્રિયા :
ફિલ્મનું ટીઝર જોયા બાદ ચીનના સૈન્ય નિષ્ણાતોએ દાવો કર્યો છે કે આ ફિલ્મમાં તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા છે. ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'વીબો' પર પણ આ ફિલ્મને લઈને ચર્ચાઓ જામી છે. ચીન સતત એવો દાવો કરતું આવ્યું છે કે ભારતીય સેનાએ સરહદ ઓળંગી હતી, જ્યારે વાસ્તવિકતા એ છે કે ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાની કોશિશ કરી હતી જેનો ભારતીય જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
ગલવાનની એ ઐતિહાસિક ઘટના :
15 અને 16 જૂન, 2020ની મધ્યરાત્રિએ ગલવાન ઘાટીમાં થયેલા ભીષણ સંઘર્ષમાં ભારતના 20 જવાનોએ શહીદી વહોરી હતી. ચીને સત્તાવાર રીતે તેના માત્ર 4 સૈનિકોના મોતનો સ્વીકાર કર્યો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા અને ઓસ્ટ્રેલિયન અખબારના અહેવાલો મુજબ આ અથડામણમાં ચીનને મોટું નુકસાન થયું હતું અને તેમના 38 થી વધુ જવાનો માર્યા ગયા હતા.
દ્વિપક્ષીય સંબંધો પર અસર :
ચીની નિષ્ણાતોએ એવી ચેતવણી પણ આપી છે કે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો સુધરવાના પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આવી ફિલ્મો વાતાવરણ બગાડી શકે છે. જોકે, ભારતીય ચાહકોમાં આ ફિલ્મને લઈને ભારે ઉત્સાહ છે. ગલવાનની ઘટના બાદ ભારતે સુરક્ષાના કારણોસર ઘણી ચીની એપ્સ પર પ્રતિબંધ પણ મૂક્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.