ગુજરાતીમાં પહેલી વાર બની એન્થોલોજી ફિલ્મ | નાનખટાઇ
ગુજરાતી સિનેમાની પહેલી એન્થોલોજી ફિલ્મ 'નાનખટાઇ' 5 સપ્ટે. રિલીઝ
નાનખટાઇ
નાનખટાઇ
ગુજરાતી સિનેમાની પહેલી એન્થોલોજી ફિલ્મ ‘નાનખટાઇ’ 5 સપ્ટેમ્બરે રિલીઝ, દર્શકો માટે ખાસ ફેમિલી એન્ટરટેઇનર!
ગુજરાતી સિનેમા નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે! 5 સપ્ટેમ્બર, 2025ના રોજ ગુજરાતી સિનેમાની પહેલી એન્થોલોજી ફિલ્મ ‘નાનખટાઇ’ થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં હિતેન કુમાર, મયુર ચૌહાણ, મિત્ર ગઢવી, તત્સત મુનશી, દીક્ષા જોશી, ઈશા કંસારા અને દીપ વૈદ્ય જેવા ટેલેન્ટેડ કલાકારોનો જમાવડો છે. ડિરેક્ટર પ્રીત સિંહની આ ફિલ્મ ત્રણ અલગ-અલગ પરંતુ એકબીજા સાથે જોડાયેલી દિલછૂંટ વાર્તાઓ લઈને આવે છે, જે દરેક ઉંમરના દર્શકોને ભાવુક અને મનોરંજક અનુભવ આપવાની ખાતરી આપે છે.
શું છે ‘નાનખટાઇ’ની ખાસિયત?‘નાનખટાઇ’ ગુજરાતી સિનેમાની પહેલી એન્થોલોજી ફિલ્મ છે, જે ત્રણ અલગ-અલગ વાર્તાઓને એકસાથે પીરસે છે. દરેક વાર્તા પોતાના ઇમોશન્સ, ચઢાવ-ઉતાર અને કેરેક્ટરની જર્ની સાથે આવે છે, જે દર્શકોને એક ખાસ ભાવનાત્મક અનુભવ આપશે. મિત્ર ગઢવી કહે છે, “ફિલ્મની ત્રણેય વાર્તા એટલી સુંદર છે કે કોઈપણ ગુજરાતી કલાકાર આ ઓફરને ના ન પાડે. આ ફેમિલી ઓરિએન્ટેડ ફિલ્મ છે, જે દરેક એજ ગ્રૂપના લોકો સાથે થિયેટરમાં જોવાની મજા આપશે.” તત્સત મુનશી ઉમેરે છે, “ફિલ્મ દરેક ઉંમરના દર્શકોને આકર્ષશે અને થિયેટરમાંથી બહાર નીકળતી વખતે દરેક એક ખાસ ઇમોશન સાથે જશે.”
કલાકારોના રોલ અને તૈયારીફિલ્મમાં મિત્ર ગઢવી રઘુવીર સિંહનું પાત્ર ભજવે છે, જે કાઠિયાવાડના નાના ગામડામાંથી પોતાની પત્ની સીતાબા (દીક્ષા જોશી) સાથે મોટા શહેરમાં સારું ભવિષ્ય બનાવવા આવે છે. તેમનું સપનું બાલ્કનીવાળું ઘર ખરીદવાનું છે, જે સીતાબાનું વધુ મોટું સ્વપ્ન છે. મિત્ર કહે છે, “મેં આવો રોલ પહેલી વાર કર્યો છે. ઇલેક્ટ્રિશિયનનું પાત્ર અને કાઠિયાવાડી ભાષા મારા માટે નવો અનુભવ હતો.” તેમણે રોલની તૈયારી માટે દીક્ષા સાથે રિહર્સલ કર્યા અને કાઠિયાવાડી બોલી પર ખાસ ધ્યાન આપ્યું.
તત્સત મુનશી રામનું પાત્ર ભજવે છે, જે એક કેમિસ્ટ્રી પ્રોફેસર છે અને નિયમિત, પ્લાનિંગવાળું જીવન જીવે છે. તેના જીવનમાં મૈથલી (ઈશા કંસારા)ના આગમનથી બદલાવ આવે છે. તત્સત કહે છે, “મેં રોલની તૈયારી માટે હોલિવૂડ ફિલ્મો જોઈ, જેથી પાત્રના ઇમોશન્સને સમજી શકું. અમારી સ્ટોરી ભાવનાત્મક અને જટિલ છે.”
ખાસ વાત એ છે કે ફિલ્મના તમામ પુરુષ પાત્રોના નામ શ્રીરામ અને સ્ત્રી પાત્રોના નામ સીતામાતા પરથી રાખવામાં આવ્યા છે, જે આદર્શ દાંપત્ય જીવનનું પ્રતિક છે. મિત્ર ગઢવી હસતાં કહે છે, “અમે રિયલ લાઇફમાં તોફાની છીએ, પરંતુ ફિલ્મમાં આદર્શ પતિના રોલમાં છીએ. આ ફિલ્મ બાદ છોકરીઓના DM વધી ગયા છે!”
એન્થોલોજી ફિલ્મનો અનોખો અનુભવગુજરાતી સિનેમામાં પહેલી વાર એન્થોલોજી ફોર્મેટમાં બનેલી આ ફિલ્મ કલાકારો માટે અલગ અનુભવ લઈને આવી. મિત્ર ગઢવી કહે છે, “એન્થોલોજીમાં કામ કરવાની મજા જ અલગ છે. ફિલ્મ 10-12 દિવસમાં શૂટ થઈ જાય છે, પરંતુ તેની અસર સંપૂર્ણ ફિલ્મ જેવી જ હોય છે. ત્રણ વાર્તાઓ હોવાથી દરેક એજ ગ્રૂપના દર્શકોને આકર્ષે છે.” તત્સત ઉમેરે છે, “વડોદરામાં થયેલી ત્રણ દિવસની વર્કશોપમાં અમે બધાએ રીડિંગ સેશન્સ કર્યા અને એકબીજાની સ્ટોરીઓની ચર્ચા કરી. આનાથી પર્ફોર્મન્સમાં સુધારો થયો.”
શૂટિંગની મજા અને વડોદરાની યાદોફિલ્મનું શૂટિંગ મોટે ભાગે વડોદરા અને કેટલુંક અમદાવાદમાં થયું. મિત્ર ગઢવીએ વડોદરામાં થયેલી વર્કશોપની યાદો શેર કરતા કહ્યું, “અમે બધા સાથે બ્રેકફાસ્ટથી ડિનર સુધી રહ્યા, રીડિંગ કર્યું અને ખૂબ ધમાલ કરી. વડોદરાની ફેમસ વાનગીઓ ખાધી અને ફરવા ગયા.” તત્સતે હસતાં કહ્યું, “મિત્ર અમારો ગાઇડ હતો. વડોદરાનું ફૂડ અને ફરવાની મજા અલગ જ હતી.”
શૂટિંગ દરમિયાન એક રસપ્રદ વાત એ હતી કે ફિલ્મમાં શિયાળાનું દૃશ્ય હોવાથી કલાકારોએ ફેબ્રુઆરી-માર્ચની ગરમીમાં સ્વેટર પહેરીને શૂટિંગ કર્યું. મિત્ર કહે છે, “ફૂલ તડકામાં હું સ્વેટર પહેરીને બાઇક ચલાવતો હતો!”
ફિલ્મની યુએસપી અને ગુજરાતી સિનેમાનું ભવિષ્ય‘નાનખટાઇ’ની ખાસિયત તેની ભાવનાત્મક વાર્તાઓ, શાનદાર સ્ટાર-કાસ્ટ અને ઉમદા સંગીત છે. મિત્ર કહે છે, “ફિલ્મમાં હિતેન કુમારથી લઈને નવા કલાકારો સુધી બધા છે. દર્શકોને પાત્રો જ દેખાશે, એક્ટર્સ નહીં. ફિલ્મ જોયા બાદ હું રડી પડ્યો હતો, અને દર્શકો પણ આ ઇમોશન અનુભવશે.” તત્સતનું માનવું છે કે ફિલ્મ વર્ડ-ઓફ-માઉથથી ચાલશે અને ફેમિલી ઓડિયન્સને આકર્ષશે.
ગુજરાતી સિનેમાના ભવિષ્ય વિશે વાત કરતાં તત્સત કહે છે, “આ વર્ષે ગુજરાતી સિનેમાનું બોક્સ ઓફિસ કલેક્શન 100 કરોડને આંબશે. પાંચ વર્ષમાં એક ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરશે.” મિત્ર ઉમેરે છે, “ગુજરાતી ફિલ્મો જેવી કે ‘વશ’ અને ‘છેલ્લો દિવસ’ની હિંદી રીમેક બની છે. આ વર્ષે ફિલ્મોની ક્વોલિટી વધશે અને ગુજરાતી સિનેમા નાણાકીય રીતે સૌથી મોટું વર્ષ રહેશે.”
દર્શકો માટે શું?‘નાનખટાઇ’ એક એવી ફિલ્મ છે, જે હૃદયસ્પર્શી વાર્તાઓ, મજબૂત પર્ફોર્મન્સ અને ગુજરાતી સંસ્કૃતિનો સુંદર સમન્વય રજૂ કરે છે. ફિલ્મની ત્રણેય વાર્તાઓ એકબીજા સાથે જોડાયેલી છે અને દરેક પાત્રની જર્ની દર્શકોને ભાવનાત્મક રોલરકોસ્ટર પર લઈ જશે. તો, આ 5 સપ્ટેમ્બરે તૈયાર રહો ‘નાનખટાઇ’ના આ ખાસ અનુભવ માટે, જે તમારા પરિવાર સાથે થિયેટરમાં આનંદ અને ઇમોશન્સની ભરપૂર ક્ષણો લઈને આવશે!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી