અજય દેવગણની TV પર ધમાકેદાર એન્ટ્રી!
હવે ‘ક્રાઈમ પેટ્રોલ’માં હોસ્ટ બનીને કરશે ક્રાઈમનો ખુલાસો

અજય દેવગણ ‘ક્રાઈમ પેટ્રોલ 2026’ના હોસ્ટ તરીકે નવા અવતારમાં જોવા મળશે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પ...

અજય દેવગણ ‘ક્રાઈમ પેટ્રોલ 2026’ના હોસ્ટ તરીકે નવા અવતારમાં જોવા મળશે. સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન પ...
‘સિંઘમ’ બાદ હવે ‘ક્રાઈમ પેટ્રોલ’નો ચહેરો બનશે અજય
બોલિવૂડના ‘સિંઘમ’ અજય દેવગણ હવે મોટા પડદા બાદ નાના પડદા પર પણ ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. અજય દેવગણ લોકપ્રિય ટ્રુ-ક્રાઈમ શો ‘ક્રાઈમ પેટ્રોલ’ ની નવી સીઝનને હોસ્ટ કરતા જોવા મળશે. એટલે કે હવે ક્રાઈમની ગંભીર કહાણીઓ વચ્ચે અજય દેવગણનો દમદાર અંદાજ પણ દર્શકોને જોવા મળશે.
સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝનની આ નવી સીઝનનું નામ ‘ક્રાઈમ પેટ્રોલ 2026 – ક્રાઈમ કા કરંટ સીઝન’ છે. શોનો પ્રીમિયર 31 ઓગસ્ટે રાત્રે 10:30 વાગ્યે થવાનો છે. ટીવી ઉપરાંત દર્શકો આ શોને Sony LIV પર પણ જોઈ શકશે. અજય દેવગણની ઓળખ માત્ર એક્શન સ્ટાર તરીકે જ નથી, પરંતુ તેમણે પડદા પર અનેક યાદગાર પોલીસ પાત્રો ભજવ્યાં છે. ‘સિંઘમ’, ‘દ્રશ્યમ’ અને ‘ગંગાજલ’ જેવી ફિલ્મોમાં તેમના પોલીસ અવતારને દર્શકોએ ખૂબ પસંદ કર્યો છે.
હવે અજયની આ જ ગંભીર અને રફ-ટફ ઈમેજ ‘ક્રાઈમ પેટ્રોલ’માં એક નવી જ રીતે જોવા મળશે. જોકે આ વખતે તેઓ કોઈ ફિલ્મી પોલીસ ઓફિસર નહીં, પરંતુ ગુનાની કહાણીઓ દર્શકો સુધી પહોંચાડતા હોસ્ટ તરીકે જોવા મળશે.
પ્રોમોમાં અજયનો દમદાર અંદાજ
શોનો પ્રોમો સામે આવી ચૂક્યો છે અને તેમાં અજય દેવગણનો અલગ જ અંદાજ જોવા મળે છે. ગંભીર ચહેરા અને અસરદાર અવાજ સાથે અજય દર્શકોને ક્રાઈમની દુનિયાથી ડરવાને બદલે સાવચેત રહેવાનો સંદેશ આપે છે.
પ્રોમોમાં અજય કહે છે: “મૈં રાહુગા આપકે સાથ.”
અજયનું આ વાક્ય શોના પ્રોમોની સૌથી ખાસ બાબતોમાંનું એક બની ગયું છે. તેમની હાજરીથી ‘ક્રાઈમ પેટ્રોલ’ની નવી સીઝનમાં એક અલગ જ સિનેમેટિક ફીલ જોવા મળે તેવી ચર્ચા છે.
અજય માટે માત્ર શો નહીં, એક જવાબદારી
‘ક્રાઈમ પેટ્રોલ’ સાથે જોડાવા અંગે અજય દેવગણે જણાવ્યું કે આ શોનો હિસ્સો બનવું તેમના માટે માત્ર એક નવો પ્રોજેક્ટ નથી, પરંતુ દર્શકો પ્રત્યેની જવાબદારી પણ છે.અજયના મતે, ‘ક્રાઈમ પેટ્રોલ’ વર્ષોથી લોકોને ગુનાની કહાણીઓ સાથે જોડવા ઉપરાંત તેમને પોતાના આસપાસના લોકો અને સંબંધો અંગે સાવચેત રહેવાનો સંદેશ આપતું આવ્યું છે.
તેમણે કહ્યું કે નવી સીઝનમાં દેશને હચમચાવી નાખનારી વાસ્તવિક ઘટનાઓથી પ્રેરિત કહાણીઓ રજૂ કરવામાં આવશે અને તેઓ ઈચ્છે છે કે દર્શકો આ કહાણીઓને ડર સાથે નહીં, પરંતુ સાવધાની અને સમજદારી સાથે જુએ.
2003થી ચાલે છે ‘ક્રાઈમ પેટ્રોલ’નો સિલસિલો
‘ક્રાઈમ પેટ્રોલ’ની શરૂઆત વર્ષ 2003માં થઈ હતી. ત્યારથી આ શોએ ટેલિવિઝન પર પોતાની આગવી ઓળખ બનાવી છે. સમય સાથે શોના અનેક વર્ઝન આવ્યા, જેમાં ‘ક્રાઈમ પેટ્રોલ સતર્ક’, ‘ક્રાઈમ પેટ્રોલ દસ્તક’, ‘ક્રાઈમ પેટ્રોલ ડાયલ 100’ અને ‘ક્રાઈમ પેટ્રોલ 2.0’ જેવા શો સામેલ છે.શોની કહાણી કહેવાની સ્ટાઈલ અને ક્રાઈમના કિસ્સાઓના નાટ્યાત્મક પુનર્નિર્માણને કારણે તેની મોટી ફેન ફોલોઇંગ છે.
અનુપ સોની બાદ હવે અજય દેવગણ
‘ક્રાઈમ પેટ્રોલ’ સાથે સૌથી વધુ યાદ કરવામાં આવતા ચહેરાઓમાં અભિનેતા અનુપ સોનીનું નામ મોખરે છે. અનેક સીઝન સુધી હોસ્ટિંગ કર્યા બાદ અનુપ સોની શોની ઓળખનો એક મહત્વનો હિસ્સો બની ગયા હતા.જોકે, સમયાંતરે સાક્ષી તંવર, સોનાલી કુલકર્ણી, દિવ્યાંકા ત્રિપાઠી, આશુતોષ રાણા, રેણુકા શહાણે અને નકુલ મહેતા જેવા કલાકારો પણ શો સાથે હોસ્ટ તરીકે જોડાયા છે. હવે આ લિસ્ટમાં અજય દેવગણની એન્ટ્રી થઈ રહી છે.
અજયની સ્ટાઈલ અને ક્રાઈમની કહાણીઓનું કોમ્બિનેશન
‘ક્રાઈમ પેટ્રોલ’માં સામાન્ય રીતે વાસ્તવિક ગુનાના કિસ્સાઓથી પ્રેરિત વાર્તાઓને ડ્રામેટિક રીતે રજૂ કરવામાં આવે છે. સાથે જ ગુનાથી બચવા અને સાવચેત રહેવાનો સંદેશ પણ આપવામાં આવે છે. પરંતુ આ વખતે સૌથી મોટું આકર્ષણ અજય દેવગણની હોસ્ટિંગ સ્ટાઈલ રહેશે. તેમની ગંભીર પર્સનાલિટી અને દમદાર અવાજ ક્રાઈમની કહાણીઓને વધુ ઈન્ટેન્સ બનાવે તેવી શક્યતા છે.
31 ઓગસ્ટથી શરૂ થનારી ‘ક્રાઈમ પેટ્રોલ 2026 – ક્રાઈમ કા કરંટ સીઝન’ને લઈને હવે સૌથી વધુ ચર્ચા એ વાતની છે કે અજય દેવગણ હોસ્ટ તરીકે દર્શકો પર પોતાની કેટલી છાપ છોડી શકે છે. મોટા પડદાના ‘સિંઘમ’ને હવે નાના પડદા પર જોવા માટે ફેન્સ પણ ખાસ્સા એક્સાઈટેડ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.

વિકી કૌશલ અને કેટરિના કૈફના લંડનના લેટેસ્ટ ફોટાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. કેટરિનાના દેખાવ પર થતી ટીકાઓ વચ્ચે મહિલા અને પુરુષ સેલિબ્રિટીઓ સાથેના બેવડા ધોરણો પર સવાલો ઉઠ્યા છે.