અમદાવાદે જોઈ તેની 'Drummiest' નાઈટ!!
Drumwavesએ અમદાવાદીઓને અલગ જ સંગીતની દુનિયામાં લઇ પોતાના તાલે ઝૂમતા કર્યા.

સંગીતની અનુભૂતિને ડ્રમવેવ્સે આપી નવી દિશા

સંગીતની અનુભૂતિને ડ્રમવેવ્સે આપી નવી દિશા
મ્યુઝીક એવી અનુભૂતિ છે જે આપણને બધા જ ઈમોશન્સ ફિલ કરાવે છે. મ્યુઝીક ટ્યુન્સના હાઈ એન્ડ લોની સાથે આપણું હૃદય પણ હાઈ એન્ડ લો ફિલ કરે છે. આ ઈમોશન ફિલને DrumWaves તો કંઇક અલગ જ દિશામાં લઇ ગયું. 2 નવેમ્બરે Drumwavesએ તેમના કાર્યક્રમ 'ताल चक्र' માં અમદવાદીઓને મોજ કરાવી હતી.
વૈભવ ઠક્કર અને પીયુષ ગજેરા આ ઈવેન્ટ્સ ક્યુરેટ કરે છે અને Drumwavesના ફાઉન્ડર્સ પણ છે. વૈભવ ઠક્કર 1600+ ઈવેન્ટ્સ કરનાર સ્કિલ્ડ ડ્રમર છે જ્યારે પીયુષ ગજેરા CA છે પણ ડ્રમિંગના પેશનને જકડી રાખ્યું છે, અને આ બંને ભેગા મળીને ઇવેન્ટને અનુભવમાં ફેરવી નાખે છે. પીયુષ અને વૈભવની એનર્જી જ એક માહોલ બનાવી દે છે અને પછી બંને જે જલસો કરાવે છે એનું તો કેહવું જ ઘટ્યું! વ્યક્તિની અંદર રહેલા નાના બચ્ચાને ખુશ કરી દે છે જે મ્યુઝીક સાંભળીને આપોઆપ ડોલવા લાગે છે.
Drumwaves ઈવેન્ટ્સમાં લોકો એક સર્કલમાં રીલેક્સ થવા બેસે છે જેમાં બધાને ડીજેમ્બે પહેલેથી આપવામાં આવે છે. આ એક વેસ્ટ આફ્રિકન ઇન્સ્ટ્રુમેન્ટ છે પણ આપણે સદી ભાષામાં ડ્રમથી સમજી શકાય. એક ચોક્કસ રીતે પકડીને જ એને વગાડવામાં આવે છે. બધા એકસાથે વગાડીને તેના સાઉન્ડ, તેના મેગિકમાં, એકસરખી રીધમમાં ખોવાઈ જાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ ડીજેમ્બે સાથે વીસલ (સીટી), તાળીઓ, ચપટીઓ અને હૂ...હા...ની ચીસો સાથે તે જગ્યાની વાઈબ્રેટીંગ એનર્જીની શું વાત કરવી!!
આ ઇવેન્ટમાં હાજર રહેવા ન તો તમારે કોઈ અનુભવની જરૂર છે, ન તો તમને ડ્રમ આવડવું જરૂરી છે. બસ વૈભવ અને પીયુષ પર 100% વાઈબ ચેકનો ભારોસો મૂકીને હાથ, પગ અને હૈયું લઈને પહોંચી જવાનું છે.
વૈભવ અને પીયુષની એનર્જીને ઓર વધારવા તેમની ટીમે પણ વાતાવરણને જકડી રાખ્યું હતું. યશ, શુભમ (ઢોલ), મિહિર (બેઝ બીટ), ધવલ અને હર્ષ (ફ્લુટીસ્ટ). પીયુષભાઈના કહેવા પ્રમાણે વાત ખાલી એટલી જ છે કે ટ્યુન સમજતા લાગશે વાર પણ આવશે મજા... ડીજેમ્બે સાથે હૂ...હૂ...ની પણ ચીસો પડાઈને રીતસરના ભેડિયા બનાઈ દીધા.
પૂરા કાર્યક્રમમાં બધા જ લોકો હસતા, નાચતા-કૂદતા અને પોતાની ધૂનમાં જોવા મળ્યા હતા. લોકોના આ ઇવેન્ટના પ્રતિભાવો પણ નોંધ્યા જેમાં વિપુલભાઈએ આવો કોઈ ઇવેન્ટ પ્રથમવાર અટેન્ડ કર્યો અને ફેન થઇ ગયા, દરરોજના કામથી થાકેલા વિપુલભાઈને આ સ્ટ્રેસ ફ્રી માટેની બેસ્ટ જગ્યા લાગી...આ ઇવેન્ટમાં અમુક આણંદથી પણ આવેલા હતા,રિદ્ધી જે તેમના ફેમિલી સાથે આવ્યા હતા તેમણે તેમના પતિને પેહલી વાર કોઈ તાલે ઝૂમતા જોયા એમ કહ્યું. MPના અનીલભાઈ જેને ગુજરાતી નથી આવડતું પરંતુ શું મ્યુઝીકમાં ક્યારેય કોઈ લેન્ગવેજ નડી છે? તે પણ બધા જોડે એટલા જ ઉમંગથી જુમ્યા હતા. હા એમને ગરબા આવડતા હતા પણ હવે એમાં ડાકલાને પણ આ ઇવેન્ટથી ઉમેરી દીધા.
આ ઇવેન્ટ સાચેમાં આપણા ઈમોશન્સ જગાડી દે અને પોસિટીવ વાઈબ સાથે એક મેડીટેશન જેવો અનુભવ આપે એવો હતો જે 'ताल चक्र' માં લગભગ 150 જેટલા વ્યક્તિઓએ એકસાથે અનુભવ્યું.. કોઈને ફોન નીચે મૂકો કેહવાની પણ જરૂર ન પડે અને આપોઆપ 'નો ગેજેટ ઝોન' બની જાય એવા ઇવેન્ટ તમે ક્યારેય અટેન્ડ કર્યા છે? આવા ઇવેન્ટ તો ખરેખર અમદાવાદ જેવા શહેરમાં વધુને વધુ થવા જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ફિલ્મોમાં ગીતોની સંખ્યા કેમ ઘટી રહી છે? હિમેશ રેશમિયાએ Bollywood Music Industryમાં બદલાતા ટ્રેન્ડ, દરરોજ રિલીઝ થતા 300 ગીતો અને ગીતોની લંબાઈ અંગે મોટો ખુલાસો કર્યો.

નોરા ફતેહીએ ખુલાસો કર્યો કે શરૂઆતમાં તે Bigg Boss 9 કરવા તૈયાર નહોતી, પરંતુ ખાસ શરત પર શોમાં જોડાઈ અને બાદમાં તેની કારકિર્દીને મોટો વળાંક મળ્યો.

ડ્રગ્સ, હિંસા, જાતીય હિંસા અને બાળકો સાથે જોડાયેલા દ્રશ્યોને લઈને CBFCએ નવી ગાઈડલાઈન જાહેર કરી