અહાને અનીતને કિસ કરતા ડેટિંગ રુમર્સ તેજ
બોલિવૂડમાં નવી જોડી? અહાન-અનીતના કિસ બાદ ફેન્સમાં ચર્ચાનો તોફાન
'સૈયારા'ની સક્સેસ પાર્ટીમાં અહાન-અનીતનો રોમાન્ટિક પળો
'સૈયારા'ની સક્સેસ પાર્ટીમાં અહાન-અનીતનો રોમાન્ટિક પળો
અભિનેતા અહાન પાંડે અને અભિનેત્રી અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ 'સૈયારા' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. રિલીઝના ત્રીજા અઠવાડિયામાં પણ ફિલ્મની કમાણી અવિરતપણે ચાલુ છે. ₹500 કરોડથી વધુની વૈશ્વિક કમાણી સાથે ફિલ્મે મોટી સફળતા હાંસલ કરી છે. આ ભવ્ય સફળતાની ઉજવણી કરવા માટે શનિવારે રાત્રે મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પાર્ટીમાં અહાન અને અનીતની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રીએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું.
સક્સેસ પાર્ટીમાં રોમેન્ટિક કેમેસ્ટ્રી
પાર્ટી દરમિયાન અહાન અને અનીત એકબીજામાં ખોવાયેલા જોવા મળ્યાં હતાં. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં અહાન અનીતને ગળે લગાવી તેના માથા પર કિસ કરતો જોવા મળે છે. આ વીડિયો બાદ બંનેના ડેટિંગની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વાઇરલ વીડિયોમાં, અનીત સુંદર વ્હાઇટ બોડીકોર્ન ડ્રેસમાં નજરે પડે છે, જ્યારે અહાન બ્લેક જીન્સ અને બ્લુ જેકેટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. અન્ય એક ક્લિપમાં અહાન કેક કાપતા પહેલા અનીતના કાનમાં કંઈક ખુસપુસ કરતો જોવા મળે છે. તેમની આ રોમેન્ટિક કેમેસ્ટ્રી જોઈને ચાહકો સોશિયલ મીડિયા પર અઢળક કોમેન્ટ્સ કરી રહ્યા છે.
ચાહકોની પ્રતિક્રિયા અને આગળની અટકળો
પાર્ટીમાં રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ના 'અર્જન વેલી' ગીત પર 'સૈયારા' ટીમે ડાન્સ કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક યુઝરે અહાન અને અનીતની કેમેસ્ટ્રી પર લખ્યું, "મને તેમના વિશે બધું જ ગમે છે. આશા છે કે તેઓ કલાકાર તરીકે આગળ વધતા રહેશે. બ્લોકબસ્ટર ફિલ્મો અને ભવ્ય સફળતા. ભગવાન તેમને હંમેશા ખુશ રાખે." અન્ય એક યુઝરે લખ્યું, "છેવટે... તેઓ બિલકુલ ક્રિશ અને વાણી જેવા દેખાય છે." એક અન્ય યુઝરે લખ્યું, "અનીત અને અહાનની જબરદસ્ત કેમેસ્ટ્રી હવે બધું સ્પષ્ટ કરી રહી છે."
આ પાર્ટી પહેલા પણ, બંને કલાકારોને એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા. આ ઘટનાઓએ તેમના સંબંધો અંગેની અટકળોને વધુ વેગ આપ્યો છે. હવે જોવાનું એ છે કે અહાન અને અનીત આ ડેટિંગની અફવાઓ પર શું પ્રતિક્રિયા આપે છે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ