ધુરંધર’ નો ધમાકો: 3000 કરોડને પાર
‘ધુરંધર 2’ નો ધમાકો: 3000 કરોડ પાર, રણવીર સિંહે રચ્યો નવો રેકોર્ડ

‘ધુરંધર 2’

‘ધુરંધર 2’
આદિત્ય ધરની સ્પાય થ્રિલર 'ધુરંધર 2: ધ રિવેન્જ' બોક્સ ઓફિસ પર અટકવાનું નામ નથી લઈ રહી. રીલીઝના 25મા દિવસે પણ ફિલ્મે પોતાની પકડ મજબૂત રાખી છે. આ ફિલ્મે ભારતની પ્રથમ એવી ફિલ્મ ફ્રેન્ચાઈઝી બનવાનું બહુમાન મેળવ્યું છે જેણે બંને ભાગ મેળવીને વિશ્વભરમાં રૂ. 3,000 કરોડથી વધુનો બિઝનેસ કર્યો હોય.
અત્યાર સુધી ભારતની અન્ય કોઈ પણ બે કે ત્રણ ભાગવાળી ફિલ્મ સિરીઝે ભેગા મળીને આટલી કમાણી નથી કરી:
બાહુબલી ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 2,400 કરોડની આસપાસ છે.
KGF ફ્રેન્ચાઈઝી (પાર્ટ 1 + 2): કુલ કમાણી અંદાજે રૂ. 1,500 કરોડની આસપાસ છે.
ભારતમાં 1000 કરોડ પાર કરનારી પ્રથમ હિન્દી ફિલ્મ
આટલું જ નહીં રણવીર સિંહ સ્ટારર આ ફિલ્મે ભારતમાં રૂ. 1083.67 કરોડની કમાણી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે જ તેણે 'બાહુબલી 2' ના ઘરેલું કલેક્શનને પણ મ્હાત આપી છે. હવે રણવીરની નજર અલ્લુ અર્જુનની 'પુષ્પા 2' ના રેકોર્ડ પર છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મે ખાડી દેશોમાં રીલીઝ થયા વગર અને કોઈ ચાઈનીઝ બોક્સ ઓફિસના સપોર્ટ વગર આ સિદ્ધિ પ્રપ્ત કરી છે.
ભારતીય ફિલ્મોનું ઘરેલું કલેક્શન (India Net)
1. પુષ્પા 2: ધ રૂલ: ₹1234.10 કરોડ
2. ધુરંધર 2: ₹1083.67 કરોડ (ચાલુ)
3. બાહુબલી 2: ₹1030.42 કરોડ
4. KGF: ચેપ્ટર 2: ₹859.70 કરોડ
વર્લ્ડવાઈડ કલેક્શનમાં ધૂમ, અલ્લુ અર્જુનનો રેકોર્ડ તૂટશે
વિશ્વભરમાં 'ધુરંધર 2' એ રૂ. 1712.98 કરોડનો આંકડો પાર કરી લીધો છે. હવે તે ભારતની ચોથી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જે રીતે રવિવારે કમાણીમાં ઉછાળો જોવા મળ્યો છે, તે જોતા લાગે છે કે ટૂંક સમયમાં જ તે 'પુષ્પા 2' ના રૂ.1742 કરોડના ગ્લોબલ રેકોર્ડને તોડશે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ