'બોર્ડર 2' ટીઝર આઉટ- સની દેઓલનો ગજબ કમબેક!
અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત; 1971ના યુદ્ધ પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ હચમચાવશે.

'બોર્ડર 2' ટીઝર આઉટ

'બોર્ડર 2' ટીઝર આઉટ
1997માં આવેલી તેની સફળ ફિલ્મ 'બોર્ડર'નો સીક્વલનો લાંબા સમયની રાહ હવે પૂરી થઇ. અભિનેતા સની દેઓલનું પુનરાગમન સાથે બહુપ્રતિક્ષિત ફિલ્મ 'બોર્ડર 2' (Border 2)નું ટીઝર આખરે રિલીઝ થઈ ગયું છે. બોર્ડરના ફિલ્મની સિક્વ્લનું ટીઝર આજે, 16 ડિસેમ્બર, વિજય દિવસના અવસર પર રિલીઝ કરવામાં આવ્યું હતું.
આ ટીઝરમાં સની દેઓલની ગર્જના સાથે એન્ટ્રી થાય છે. મેકર્સે ફિલ્મની મુખ્ય સ્ટારકાસ્ટના લૂક પોસ્ટર્સ શેર કર્યા પછી, હવે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત આ મહાકાવ્યની એક ઝલક દર્શકો સામે મૂકી છે. ટીઝરમાં સની દેઓલ તેના સૈનિકોને આદેશ આપતા કહે છે કે, તેમની ગર્જના લાહોરની સરહદો સુધી પહોંચવી જોઈએ.
નવા ચહેરાઓ'બોર્ડર 2' ની કાસ્ટમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ બાજવા, પરમવીર ચીમા, અન્યા સિંહ અને મોના સિંહ જેવા કલાકારો પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
ટીઝર રિલીઝ પહેલાં અહાન શેટ્ટી મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરે પૂજા માટે પહોંચ્યો હતો, જ્યારે સની દેઓલ, વરુણ ધવન અને અહાન શેટ્ટી ફિલ્મમાં તેમના પાત્રના ગેટઅપમાં ટીઝર લોન્ચ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.
નિર્માતા અને દિગ્દર્શક'બોર્ડર 2' નું નિર્દેશન અનુરાગ સિંહ કરી રહ્યા છે, જેમણે અગાઉ દિલજીત દોસાંજ સાથે 'જટ્ટ એન્ડ જૂલિયેટ' અને અક્ષય કુમારની 'કેસરી' જેવી ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. આ ફિલ્મના નિર્માતા જે.પી. દત્તા અને તેમની પુત્રી નિધિ દત્તા છે, જેમણે 1997માં મૂળ 'બોર્ડર'નું નિર્માણ કર્યું હતું.
સની દેઓલે અગાઉ 2023માં 'ગદર 2'ની સફળતા પછી એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે 'બોર્ડર 2' ને રિલીઝ થવામાં આટલો સમય કેમ લાગ્યો. તેમણે જણાવ્યું હતું કે, 2015માં આ ફિલ્મ બનાવવાની યોજના હતી, પરંતુ તેમની ફિલ્મો નિષ્ફળ જતાં નિર્માતાઓ ડરી ગયા હતા. હવે 'ગદર 2' ની સફળતા બાદ દરેક જણ આ ફિલ્મ કરવા માંગે છે.
'બોર્ડર 2' 23 જાન્યુઆરી, 2026ના રોજ ગણતંત્ર દિવસના સપ્તાહના અંતમાં રિલીઝ થવાની તૈયારીમાં છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.