'અમદાવાદ મારું બીજું ઘર!': નવ્યા નંદાએ IIM કેમ્પસ અને મિત્રોની તસવીરો શેર કરી
IIM કેમ્પસની તસવીરો અને મિત્રો સાથે કેન્ટીનની મોજ, અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નંદાની પોસ્ટ વાયરલ

'અમદાવાદ મારું બીજું ઘર!': નવ્યા નંદા

'અમદાવાદ મારું બીજું ઘર!': નવ્યા નંદા
સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાની પુત્રી નવ્યા નવેલી નંદા હાલમાં દેશની પ્રીમિયર બિઝનેસ સ્કૂલ ગણાતા IIM અમદાવાદમાં અભ્યાસ કરી રહી છે. તાજેતરમાં જ નવ્યાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર IIM અમદાવાદના કેમ્પસની કેટલીક સુંદર તસવીરો અને તેના મિત્રો સાથે કેન્ટીનમાં આનંદ માણતી હોય તેવી તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં નવ્યા કેમ્પસના લીલોતરીથી ભરપૂર વાતાવરણમાં તેના મિત્રો સાથે હસી-મજાક કરતી અને કેન્ટીનમાં સામાન્ય વિદ્યાર્થીની જેમ નાસ્તો કરતી જોવા મળી રહી છે. એક તસવીરમાં તે તેના મિત્રોના ગ્રુપ સાથે પોઝ આપી રહી છે, જ્યારે અન્ય તસવીરોમાં કેમ્પસની આકર્ષક ઇમારતો અને શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે.
આ તસવીરો શેર કરતાં નવ્યાએ કેપ્શનમાં લખ્યું છે કે, "અમદાવાદ મારા માટે બીજું ઘર છે!" આ ટૂંકા અને ભાવનાત્મક કેપ્શન સાથે તેણે એક લાલ હાર્ટ ઇમોજી પણ મૂક્યું છે, જે અમદાવાદ પ્રત્યેનો તેનો પ્રેમ અને લાગણી દર્શાવે છે.
નવ્યાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તેના ચાહકો અને સામાન્ય લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. લોકો તેની સાદગી અને સામાન્ય વિદ્યાર્થી જેવું જીવન જીવવાના તેના અભિગમની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કોમેન્ટ કરીને અમદાવાદમાં તેમનું સ્વાગત કર્યું છે અને IIM અમદાવાદને એક શાનદાર સંસ્થા ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે નવ્યા નવેલી નંદાએ બિઝનેસમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું છે અને તે માટે જ તે IIM અમદાવાદમાં બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) નો અભ્યાસ કરી રહી છે. આ પહેલા પણ તેણે કેમ્પસના અને તેના મિત્રો સાથેના અભ્યાસ અને મનોરંજનના ઘણા ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જે યુવાનોને ખૂબ પ્રેરણા આપે છે. નવ્યા એક સેલિબ્રિટી હોવા છતાં એક સામાન્ય વિદ્યાર્થીની જેમ પોતાનું જીવન જીવી રહી છે, જે તેના ચાહકોને ખૂબ જ પસંદ આવે છે.
નવ્યા અને તેની બે ફ્રેન્ડ
IIM અમદાવાદનું કેમ્પસ

મિત્રો સાથે કેન્ટીનની મજા
નવ્યાની મિત્રો સાથે સેલ્ફી
IIM અમદાવાદના કેમ્પસની ઝલક
નવ્યાએ BPGP કોર્સમાં એડમિશન લીધું છે
અગાઉ બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) નામના કોર્સમાં એડમિશન મેળવ્યું ત્યારે કેટલીક તસવીરો શેર કરી હતી. તે સમયે તેને કેપ્શન આપ્યું હતું કે, "સપનું સાકાર થયું છે!!!!!! આગામી 2 વર્ષ... શ્રેષ્ઠ લોકો અને શિક્ષકો સાથે રહીશ! બ્લેન્ડેડ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ (BPGP) 2026ની બેચ". આ પોસ્ટ જોયા બાદ અનન્યા પાંડે, શ્વેતા બચ્ચન, કરિશ્મા કપૂર અને સુહાના ખાને કમેન્ટ્સમાં પ્રતિક્રિયા આપી હતી.
નવ્યા નવેલી નંદા હવે અમદાવાદની આ જાણીતી સંસ્થામાં વર્ષ 2026 સુધી અભ્યાસ કરવાની છે.
નવ્યા શું કામ કરે છે?
નવ્યા પ્રોજેક્ટ નવેલી નામનો એક NGO ચલાવે છે. આ ઉપરાંત, તે તેના પિતાને તેમના બિઝનેસમાં પણ મદદ કરે છે. આ ઉપરાંત, તે 'વોટ ધ હેલ નવ્યા' નામનો પોડકાસ્ટ પણ ચલાવે છે, જેણે બે સીઝન પૂર્ણ કરી છે. સાથે-સાથે તે ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને વધારવા માટેનું આરોગ્યસંભાળ પ્લેટફોર્મ, આરા હેલ્થની કો-ફાઉન્ડર પણ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

આમિર ખાનના ભત્રીજા અને અભિનેતા ઈમરાન ખાનને મુંબઈ પોલીસે 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની નોટિસ આપી હોવાના અહેવાલ છે. CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા મામલે તેમની સામે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવાનો દાવો છે. જાણો સમગ્ર મામલો અને ઈમરાન ખાનનું નિવેદન.

અરિજિત સિંહના ‘ફિર સે’ ગીતને ‘ધુરંધર: ધ રિવેન્જ’ માટે ગ્રેમી એવોર્ડ્સની વિચારણા યાદીમાં સ્થાન મળ્યાના અહેવાલોથી ચાહકોમાં ઉત્સુકતા વધી છે. શું આ ગીત સત્તાવાર નોમિનેશન સુધી પહોંચશે? જાણો ગ્રેમી સંબંધિત અપડેટ અને ગીત સાથે જોડાયેલી મહત્ત્વની વિગતો.

‘Breaking Bad’ના અભિનેતા RJ Mitteનું 34 વર્ષની વયે નિધન થયું છે. સહકલાકાર Bryan Cranstonએ ભાવુક શ્રદ્ધાંજલિ આપીને તેમની અભિનય પ્રતિભા અને દિવ્યાંગોના અધિકારો માટેના યોગદાનને યાદ કર્યું.