સમસ્તીપુરમાં VVPATની પર્ચીઓ રસ્તા પરથી મળી
મોટી સંખ્યામાં VVPAT પર્ચીઓ રસ્તા પર મળી આવતા ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા

VVPATની પર્ચીઓ રસ્તા પરથી મળી

VVPATની પર્ચીઓ રસ્તા પરથી મળી
બિહારના સમસ્તીપુર જિલ્લાના સરાયરંજન વિધાનસભા ક્ષેત્રમાં આવેલા KSR કોલેજ પાસે રસ્તા પર મોટી સંખ્યામાં EVMમાંથી નીકળતી VVPAT પર્ચીઓ ફેંકાયેલી હાલતમાં મળી આવી છે. આ ગંભીર મામલાને પગલે ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે અને 2 કર્મચારીઓને ફરજ પરથી દૂર કરવામાં આવ્યા છે. વહીવટીતંત્રે પણ આ સમગ્ર મામલાની તપાસના આદેશ આપ્યા છે. વહીવટીતંત્રએ સ્પષ્ટતા કરી છે કે, તપાસ બાદ જે પણ દોષિત જણાશે તેની સામે FIR નોંધવામાં આવશે, પરંતુ આ ઘટનાની મતગણતરી પર કોઈ અસર નહિ થાય.
RJDએ સોશિયલ મીડિયા X પર વીડિયો શેર કર્યો
બીજી તરફ, રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ સોશિયલ મીડિયા X પર આ ઘટનાનો વીડિયો શેર કરીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. RJDએ સવાલ કર્યો છે કે, ક્યારે, કેવી રીતે, શા માટે અને કોના ઇશારે આ VVPAT પર્ચીઓ ફેંકવામાં આવી? શું 'ચોર આયોગ' આનો જવાબ આપશે? શું બહારથી આવીને બિહારમાં ધામા નાખનારા લોકતંત્રના ડાકુઓના નિર્દેશ પર વોટની ચોરી કરવામાં આવી રહી છે? આ ઘટનાને કારણે ચૂંટણીની પારદર્શિતા પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે, અને વિપક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા પર સીધા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
મલ્લિકાર્જુન ખડગેએ BJP પર પ્રહાર કર્યા
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 'જંગલરાજ'ના નારાને જૂનો ગણાવતા ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જો NDAના લોકો 20 વર્ષમાં 'જંગલરાજ' ખતમ ન કરી શક્યા અને ઘૂસણખોરોને બહાર ન કાઢી શક્યા, તો તે કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. તેમણે 'ડબલ એન્જિન' સરકારનો નારો આપનારાઓને કહ્યું કે, તમે પોતે સત્તામાં છો, તેમ છતાં જો આવી વાતો કરો છો, તો કોઈ સ્વીકાર નહિ કરે. પ્રથમ તબક્કાના મતદાન પર વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, અમને જનતા પર વિશ્વાસ છે. NDAને ક્યાંથી આંકડા મળે છે તે ખબર નથી, પણ જનતા જે નિર્ણય લેશે તે ન્યાયપૂર્ણ હશે.
બિહારમાંથી ભાજપનું સ્થળાંતર થવા જઈ રહ્યું: અખિલેશ યાદવ
બીજી તરફ, મહાગઠબંધનના ઉમેદવારના સમર્થનમાં પૂર્ણિયામાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તો ચૂંટણી પંચને BJPની 'C' ટીમ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, બિહારમાં મહાગઠબંધનને મજબૂત કરવું છે અને BJPને 'નૌ દો ગ્યારહ' કરવું છે. તેમણે કહ્યું કે, બિહારમાં ભાજપની અનેક ટીમો બહુરુપિયાના રૂપમાં કામ કરી રહી છે, જેમાં 'C' ટીમ ચૂંટણી આયોગ છે, જે ભાજપ માટે કામ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે, આ વખતના ચૂંટણીમાં યુવાનોનું નહિ, પણ બિહારમાંથી ભાજપનું સ્થળાંતર થવા જઈ રહ્યું છે. તેમણે દિલ્હીમાં બેઠેલા લોકો પર માત્ર મોટી-મોટી વાતો કરવાનો આરોપ મૂક્યો.
મહનારના ઉમેદવાર ઇ. રવિન્દ્ર સિંહ વિરુદ્ધ FIR નોંધી
આ તરફ, વૈશાલી જિલ્લાની મહનાર વિધાનસભા બેઠક પરથી રાજદના ઉમેદવાર ઇ. રવિન્દ્ર સિંહ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેમના પર મતદાન દરમિયાન ભીડને ઉશ્કેરીને CAPF પર પથ્થરમારો કરાવવાનો આરોપ છે. પથ્થરમારાની આ ઘટના પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન 6 નવેમ્બરના રોજ મહનાર વિધાનસભાના જંદાહામાં બૂથ સંખ્યા 53 અને 54 પર બની હતી. સેક્ટર અધિકારી તરીકે તૈનાત ASI જનાર્દન રાયે જંદાહા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. FIRમાં ઇ. રવિન્દ્ર સિંહ સહિત અડધો ડઝન અન્ય નામજોગ અને 20 અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. મહનાર SDPO પ્રવીણ કુમારે જણાવ્યું કે, આ મામલે FIR નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આવતીકાલે સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ
આ તમામ વિવાદો અને આરોપો વચ્ચે, આવતીકાલે સાંજે 5 વાગ્યા પછી ચૂંટણી પ્રચાર બંધ થઈ જશે, જેના કારણે મહાગઠબંધનના નેતાઓ સતત જનસભા કરી રહ્યા છે. આજે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી, તેજસ્વી યાદવ, મુકેશ સહની અને યુપીના પૂર્વ CM અખિલેશ યાદવની જનસભાઓ યોજાઈ રહી છે, જ્યાં નેતાઓ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ