વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી અંતર્ગત બે બુથ ઉપર શનિવારે ફેર મતદાન
માલીડા ગામના બુથ નંબર-86 અને નવા વાઘણિયા ગામના બુથ નંબર-111 ઉપર થશે મતદાન

AAPએ બુથ કેપ્ચરિંગની ફરિયાદના પગલે ચૂંટણી પંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય કર્યો

AAPએ બુથ કેપ્ચરિંગની ફરિયાદના પગલે ચૂંટણી પંચે પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય કર્યો
વિસાવદર અને કડી વિધાનસભાની પેટા ચૂંટણી અંતર્ગત ગુરૂવારે મતદાન થયુ હતુ. મતદાન પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં બુથ કેપ્ચરિંગ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પગલે ચૂંટણી પંચે આવતીકાલે શનિવારે માલીડા ગામના બુથ નંબર-86 અને નવા વાઘણિયા ગામના બુથ નંબર-111 ઉપર પુનઃ મતદાન કરાવવાનો નિર્ણય કર્યો છે.
કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સંદર્ભે ગુરૂવારે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન થયુ હતુ. 24-કડી(એસ.સી.) અને 87-વિસાવદર વિધાનસભા બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયું હતું. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર વિસાવદર બેઠક ઉપર 56.89 ટકા અને કડી બેઠક ઉપર 57.90 ટકા મતદાન થયું હતું. મતદાન પૂર્ણ થયા બાદ આમ આદમી પાર્ટીએ મતદાન મથકો ઉપર બુથ કેપ્ચરિંગની ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. જેના પગલે વિસાવદર વિધાનસભા બેઠકના ઓબ્ઝર્વર અને રિટર્નીંગ ઓફિસરે તપાસ કર્યા બાદ સને 1951ના લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ-58(2) મુજબ માલીડા ગામના બુથ નંબર-86 અને નવા વાઘણિયા ગામના બુથ નંબર-111 પર અગાઉ થયેલું મતદાન રદ કર્યુ છે. આ બંને મતદાન મથકો ઉપર 21 જૂન 2025ને શનિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન નવેસરથી મતદાન કરવામાં આવશે.
વર્ષ 2022ની ચૂંટણીની સરખામણીએ બંને બેઠકો ઉપર ઓછું મતદાન
19 જૂનને ગુરૂવારના રોજ વિસાવદર બેઠક ઉપર 54.61 ટકા અને કડી બેઠક ઉપર 57.90 ટકા મતદાન થયું છે. વર્ષ 2022 વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર 54.52 ટકા અને કડી બેઠક ઉપર 71.40 ટકા મતદાન થયું હતું. આ વખતની પેટાચૂંટણીમાં વિસાવદર બેઠક ઉપર 1.91 ટકા અને કડી બેઠક ઉપર 13.50 ટકા મતદાન ઓછું થયું છે. ત્યારે ઓછા મતદાનનો ક્યા પક્ષને લાભ મળે છે તે 22 જૂનના રોજ યોજાનાર મત ગણતરી વખતે ખબર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ