મુંગેરના સંજયસિંહ ભાજપમાં જોડાતા PKને ઝટકો
જન સૂરાજ પાર્ટીના ઉમેદવાર સંજયસિંહ ભાજપમાં જોડાયા, પ્રશાંત કિશોરની રણનીતિ પર અસરની શક્યતા

જન સુરાજ પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કિશોર અને મુંગેરના ઉમેદવાર સંજયસિંહ

જન સુરાજ પાર્ટીના અધ્યક્ષ પ્રશાંત કિશોર અને મુંગેરના ઉમેદવાર સંજયસિંહ
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રશાંત કિશોરની જન સૂરજ પાર્ટીને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. મુંગેર વિધાનસભા બેઠકના જન સૂરાજ ઉમેદવાર સંજયસિંહે પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાવાની જાહેરાત કરી છે.
સંજય સિંહ છેલ્લા કેટલાક મહિનાઓથી મુંગેર બેઠક પર સક્રિય પ્રચાર કરી રહ્યા હતા. પરંતુ મતદાનના પહેલા તબક્કા પહેલા તેમનું ભાજપમાં જોડાવું જન સૂરાજ માટે આંચકો માનવામાં આવી રહ્યું છે. તેમણે ભાજપમાં જોડાયા બાદ જણાવ્યું કે રાજ્યના વિકાસ અને સ્થિર સરકારના હિતમાં આ નિર્ણય લેવાયો છે.
ભાજપે મુંગેર વિધાનસભા બેઠક નંબર 165 પરથી કુમાર પ્રણયને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે આરજેડીના અવિનાશ કુમાર વિદ્યાર્થી મેદાનમાં છે. સંજય સિંહના ભાજપમાં જોડાતા, મુંગેરમાં મુખ્ય લડત હવે ભાજપ અને આરજેડી વચ્ચે થવાની સંભાવના છે.
મુંગેર બેઠક પર AIMIMએ પણ ભૂતપૂર્વ મંત્રી મોનાઝીર હસનને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. AIMIMની આ બેઠક 25 એવી બેઠકોમાંની એક છે જ્યાં પાર્ટીએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા છે.
ઇતિહાસની દૃષ્ટિએ જોવામાં આવે તો મુંગેર બેઠક પર રાજકીય સ્પર્ધા હંમેશાં તીવ્ર રહી છે. 2010માં જેડીયુના અનંત કુમાર સત્યાર્થીએ જીત મેળવી હતી, જ્યારે 2015માં આરજેડીના વિજય કુમાર વિજયે જેડીયુ ઉમેદવારને હરાવ્યા હતા. 2020માં ભાજપના પ્રણવ કુમારે 0.8% ના નાનકડા અંતરથી જીત મેળવી હતી.
સંજયસિંહના ભાજપમાં જોડાવાથી પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી માટે ચૂંટણી પૂર્વે રાજકીય સમીકરણો બદલાવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ