બિહાર વિધાનસભા ચૂંટણીમાં જંગલ રાજ
અનંત સિંહ જેલમાં, NDAના દિગ્ગજો લલન સિંહ-સમ્રાટ ચૌધરીએ મોરચો સંભાળ્યો

RJDની વીના દેવી સામે 'બાહુબળ'ની ટક્કર

RJDની વીના દેવી સામે 'બાહુબળ'ની ટક્કર
બિહારની મોકામા વિધાનસભા બેઠકની ચૂંટણી મતદાન (4 નવેમ્બર) પહેલાં જ વધુ રસપ્રદ બની ગઈ છે. જન સુરાજ પાર્ટીના સમર્થક દુલારચંદ યાદવની હત્યા કેસમાં JDU ઉમેદવાર અનંત સિંહની શનિવારે મોડી રાત્રે ધરપકડ થઈ, અને તેમને પટણાની બેઉર જેલમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. આરોપી અનંત સિંહ જેલમાં જતાં NDAએ તેમના મોરચો સંભાળ્યો છે – JDU નેતા અને કેન્દ્રીય મંત્રી લલન સિંહ પ્રચાર કરી રહ્યા છે, જ્યારે આજે (3 નવેમ્બર) ભાજપના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી સાથે રોડ શો કરવામાં આવ્યો. લલન સિંહે કહ્યું: "અનંતને જેલમાં મોકલવા ષડયંત્ર થયું છે, હવે દરેક કાર્યકર્તા અનંત સિંહ બનીને ચૂંટણી લડે." બીજી તરફ, ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહે અનંતને 'નિર્દોષ' ગણાવીને સમર્થન આપ્યું છે.
અનંત સિંહની ધરપકડ: 150 પોલીસ જવાનો સાથે મોડી રાતની કાર્યવાહી30 ઓક્ટોબરે મોકામા વિસ્તારમાં જન સુરાજ ઉમેદવાર પીયૂષ પ્રિયદર્શી માટે પ્રચાર દરમિયાન અનંત સિંહના સમર્થકો અને દુલારચંદ યાદવ વચ્ચે ઝપટાઝોળ થઈ હતી. પોલીસે FIRમાં અનંત સિંહનું નામ સામેલ કર્યું, અને શનિવારે મોડી રાત્રે 150થી વધુ પોલીસ જવાનો સાથે તેમના બેઢના ઘરે ધરપકડ કરી. કોર્ટે 14 દિવસની કસ્ટડી આપી છે. અત્યાર સુધી આ કેસમાં 80થી વધુ લોકોની ધરપકડ થઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, દુલારચંદનું મોત હૃદય અને ફેફસાંને ઈજા થવાથી થયું, ગોળીના કારણે નહીં – 'છાતી પર ગાડી ચઢાવીને ફેફસા ફાટી ગયા' તેવું કહેવાય છે.
NDAનું સમર્થન: 'ષડયંત્ર છે, જનતા જ લડશે'અનંત સિંહ પર 28 ક્રિમિનલ કેસો નોંધાયા છે, અને તેઓ પાંચ વખતના MLA છે – 2005થી મોકામા પર દબદબો જાળવી રાખ્યો, પરંતુ 2022ની પેટાચૂંટણીમાં RJDને હારી ગયા.
મોકામા ચૂંટણી: ભૂમિહાર સમુદાયમાં ધનબળ-બાહુબળની ટક્કરઆ બેઠક પર અનંત સિંહનો મુકાબલો RJD ઉમેદવાર વીના દેવી (પૂર્વ સાંસદ સૂરજભાન સિંહની પત્ની) સાથે છે. બંને ભૂમિહાર સમુદાયમાંથી હોવાથી આ ચૂંટણી ધન અને બળની લડાઈ બની છે. વિપક્ષો (RJD-જન સુરાજ)એ મતદાર યાદીમાં ગેરરીતિના આરોપ લગાવીને વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. પોલીસે હથિયારધારીઓ પર કડક કાર્યવાહી કરીને શાંતિપૂર્ણ મતદાનની તૈયારી કરી છે.
આ ઘટના બિહાર ચૂંટણીમાં 'બાહુબલી' વિવાદને નવું વળાંક આપે છે. મતદાન પછી પરિણામોની રાહ જોવામાં આવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ