નર્મદા જિલ્લામાં મતદાર યાદી સુધારણામાં ગેરરીતિ?
કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખતાં વિવાદ

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
ગુજરાતમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ પૂર્ણ થઈ છે. પરંતુ, વિવાદ યથાવત રહ્યા છે. SIR પ્રક્રિયા અંતર્ગત 17 ફેબ્રુઆરીના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખના પરિવારના નામ મતદાર યાદીમાંથી ગાયબ થઈ જતાં વિવાદ થયો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીના પત્ની, માતા અને અન્ય પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી કમી કરાતાં મામલો વધારે ગરમાયો છે.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ આખરી મતદાર યાદી જોતાં તેમાંથી નામ ગુમ છે. બાદમાં કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે કે સરકારે જાણી જોઈને કોંગ્રેસ સમર્થકો અને નેતાઓના નામો ટાર્ગેટ કરી કમી કરી નાખ્યા છે. આ મામલે કોંગ્રેસ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરી વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.
નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ તડવીએ કહ્યું કે, મારા ગામ સાંઢીયામાંથી 97 નામ મતદાર યાદીમાંથી નીકળી ગયા છે. 598 મતદારો છે. જેમાંથી 97 નામ કમી થઈ ગયા છે. મારા માતા રમીલાબેન તડવી ઉપરાંત મારી પત્નીનું નામ પણ નથી. મારા કાકા અને ભત્રીજા અને અન્ય ભાઈઓ મળીને મારા પરિવારમાંથી 25 નામ નીકળી ગયા છે.
મારા ગામના લોકો અને મારા પરિવારજનો કોંગ્રેસને વોટ આપે છે તેવા 25 નામ નીકળી ગયા છે. નાનું મોટું ઈલેક્શન હોય જિલ્લા કે તાલુકાનું આવી રીતે દરેક ગામથી 50 વોટ નીકળી જાય તો હજાર જેટલા વોટ સીધા કોંગ્રેસના જ કપાઈ જાય જેનો સીધો જ ભાજપને ફાયદો થાય.
મારુ અને પરિવારના ફોર્મ BLO પાસે ભર્યા છે. તેના પુરાવા પણ આપ્યા છે તેમ છતાં અમારા નામ કાઢી નાખ્યા છે. ટૂંકમાં કહું તો, કેમ કોંગ્રેસના વોટ જ કાઢી નાખવામાં આવ્યા. અધિકારીને વાત કરી તો એમને BLO પર બધુ ઢોળી દીધુ. BLOનું તો ખાલી નામ છે. સરકાર જ આ બધુ કરે છે. સરકાર તરફથી આ લોકો અમારા જેવા કોંગ્રેસીઓના નામ કાઢી નાખે છે. અમે આ બાબતે સોમવાર સુધીમાં આવેદનપત્ર આપીશું. કલેકટરને પણ મળીશું.
આ બાબતે અધિકારીને સવાલ કરવામાં આવતાં તેમણે બોલવાનું ટાળ્યું છે. જેથી એ વાત સ્પષ્ટ થાય છે કે ક્યાંકને ક્યાંક નર્મદા જિલ્લામાં SIRની કામગીરીમાં કચાશ રહી છે.
મહત્વપૂર્ણ છે કે, આખરી મતદાર યાદીમાં નર્મદા જિલ્લામાં 4,39,379 લાખ મતદારો નોંધાયા છે. તેમજ 5,797 નવા મતદારો ઉમેરાયા છે. જ્યારે 971 મતદારોના નામ વિવિધ કારણોસર કમી કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 4,826 મતદારોનો વધારો થયો છે. તેવામાં પ્રશ્ન એ છે કે જિલ્લામાં 971 મતદારોના નામ કમી થયા છે તેમાંથી સાંઢીયા ગામમાંથી 97 નામ મતદાર યાદીમાંથી નીકળી ગયા છે. તો શું આ BLOની ભૂલ છે કે પછી કોંગ્રેસ નેતાના દાવા પ્રમાણે જાણી જોઈને કાઢી નાખવામાં આવ્યા છે?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ