બિહાર સરકારનો ચૂંટણીલક્ષી નિર્ણય: મહિલાઓ માટે નોકરીમાં 35% અનામત જાહેર
બિહાર ચૂંટણી પહેલા નીતિશ સરકારે મહિલા મતદારોને રીઝવ્યું, સ્થાનિક મહિલાઓ માટે 35% નોકરી અનામત

નીતિશ કુમારનો ચૂંટણીલક્ષી નિર્ણય

નીતિશ કુમારનો ચૂંટણીલક્ષી નિર્ણય
બિહાર વિધાનસભાની ચૂંટણી અંદાજિત નવેમ્બર 2025માં યોજવાની છે. બિહારની પાર્ટીઓના ચૂંટણીલક્ષી નતનવા ગતકડા પણ સામે આવી રહ્યા છે. બિહારની પ્રજાને લોભામણી વસ્તુઓની જાહેરાતો કરવામાં આવે છે જેથી તેમની વોટ બેન્ક વધે. હાલ મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટીએ 2025ની બિહાર ચૂંટણી પહેલા એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, નીતિશ કુમારના મંત્રીમંડળે જાહેરાત કરી છે કે નોકરીઓમાં 35% અનામત ફક્ત બિહારની કાયમી રહેવાસી મહિલા ઉમેદવારો માટે હશે.
મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની બિહાર સરકારે 8 જુલાઈના રોજ જાહેરાત કરી હતી કે તમામ સરકારી સેવાઓ અને પોસ્ટ્સમાંથી 35 ટકા મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે જે બિહારના કાયમી રહેવાસી છે. અગાઉ, રાજ્યની બહારની મહિલાઓ પણ સરકારી નોકરીઓમાં 35 ટકા અનામત માટે પાત્ર હતી. ચૂંટણીના વર્ષમાં લેવાયેલો આ મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી નીતિશ કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો .
નિર્ણય મુજબ, બિહારના મૂળ રહેવાસી તેવી તમામ મહિલા ઉમેદવારોને સરકારી સેવાઓ અને નોકરીઓ માટે સીધી ભરતીમાં 35 ટકા અનામત આપવામાં આવશે. જે પેહલા જુલાઈ 2016માં, કુમારના નેતૃત્વ હેઠળની બિહાર સરકારે રાજ્યની તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35 ટકા અનામતને મંજૂરી આપી હતી. કુમારની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
નીતિશ કુમારે એક X પોસ્ટમાં કેબિનેટના આ નિર્ણયની જાહેરાત કરી અને લખ્યું કે આ પગલાનો હેતુ યુવાનોને વધુ રોજગારની તકો પૂરી પાડવાનો છે. વધુમાં જણાવ્યું કે, કમિશન દારૂ અને અન્ય માદક દ્રવ્યોના મુદ્દાઓનો સામનો કરવા માટે કાર્યક્રમો પણ તૈયાર કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ