સત્તામાં છો તાકાત હોય તો ચૂંટણી લડી બતાવો:કોંગ્રેસ
આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા

ચૂંટણી

ચૂંટણી
ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે.
ગુજરાતની 393 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની 10005 બેઠકો માટેની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીમાં 10898ની ઉમેદવારી રદ્દ થયા બાદ આજે 15મી એપ્રિલે બપોરે ત્રણ વાગ્યા સુધી દાવેદારી પાછી ખેંચવા ચૂંટણી આયોગે મહેતલ આપી છે.આ દરમિયાન અનેક બેઠકો પર ફોર્મ રદ થયા છે અને પરત ખેંચાયા છે. કોંગ્રેસે તેના ઉમેદવારોને છેલ્લી ઘડીએ સંતાડવા પ્રયાસો કરાયા છે. ત્યારે મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લતા બેને ભાજપને પડકાર ફેંક્યો હતો. તાકાત હોય તો લડી બતાવો હાર જીત તો થવાની છે. સત્તા તમારી પાસે છે તો ઉમેદવારને લઈ જવાની શું જરૂર છે.
લતાબેને ભાજપને પડકાર ફેંક્યો હતો
ગુજરાતમાં અનેક બેઠકો પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. મેન્ડેડ સહિતની બાબતો રજૂ નહીં થતાં ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જ્યારે કેટલીક બેઠકો પર અંતિમ ઘડીએ ધડાધડ ફોર્મ પરત ખેંચાઈ રહ્યાં છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ કોંગ્રેસના સભ્યો અસુરક્ષિત હોવાનું સામે આવ્યું છે. જેથી કોંગ્રેસના પૂર્વ મહિલા કોંગ્રેસ પ્રમુખ લતાબેને ભાજપને પડકાર ફેંક્યો હતો કે, સત્તા તમારી પાસે છે તાકાત હોય તો લડી બતાવો. ઉમેદવારને લઇ જવાની શું જરુર છે. હારજીત તો થવાની છે.
ઉમેદવારને ભાજપ દ્વારા ભગાડી ગયાનો આક્ષેપ
ડાંગ જિલ્લામાં ગડદા બેઠકના ઉમેદવારને ભાજપ દ્વારા ભગાડી ગયાનો આક્ષેપ કરાયો છે. ઈલાબેન ચૌધરીને પણ લઇ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે લતાબહેને કહ્યું હતું કે, અમારા ઉમેદવારને કેમ ગભરાવો છે, ગુમરાહ કરવાની શું જરૂર છે. 30 વર્ષથી સત્તા તમારી પાસે છે. તાકાત હોય તો ચૂંટણી લડી બતાવો. હારજીત તો થતી રહેશે.

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ