રાજ્યભરમાંથી કુલ 7725 ઉમેદવારી પત્રો રદ
રાજ્યભરમાંથી કુલ 7725 ઉમેદવારી પત્રો રદ,સૌથી વધુ તાલુકા પંચાયતમાં છેદ ઉડ્યો

ચૂંટણી

ચૂંટણી
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતે અત્યંત ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. રાજ્યભરમાં વિવિધ સ્તરની ચૂંટણીઓ માટે ભરાયેલા હજારો ઉમેદવારી પત્રો ટેકનિકલ ખામીઓ અને અપૂરતા દસ્તાવેજોને કારણે રદ કરવામાં આવ્યા છે. રાત્રે 10.30 વાગ્યા સુધીની સ્થિતિ મુજબ, સમગ્ર રાજ્યમાંથી કુલ 7725 ફોર્મ અમાન્ય ઠર્યા છે, જેના કારણે અનેક પક્ષો અને અપક્ષ ઉમેદવારોના સમીકરણો રાતોરાત બદલાઈ ગયા છે.
ક્યાં કેટલા ફોર્મ રદ થયા?
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, કુલ 39,486 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 15 મનપામાં કુલ 1043 ફોર્મ રદ થયા છે તો 34 જિલ્લા પંચાયતોમાં 1348 ફોર્મ રદ થયા છે. ઉપરાંત 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 4750 ફોર્મ રદ થયા છે અને 84 નગરપાલિકાઓમાં 584 ફોર્મ અમાન્ય ઠર્યા છે.
ઉમેદવારોમાં ફફડાટ
તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ ફોર્મ રદ થતા ગ્રામ્ય રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ, એફિડેવિટમાં ભૂલો, ગુનાહિત ઇતિહાસ છુપાવવો અથવા દરખાસ્ત કરનારની સહીમાં વિસંગતતા જેવા કારણોસર આ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ જ ખબર પડશે કે મેદાનમાં કેટલા મજબૂત મુરતિયાઓ બાકી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

10 રાજ્યોની 24 બેઠકો માટે ચૂંટણી પંચે જાહેર કર્યું સંપૂર્ણ શેડ્યુલ

ધાકધમકીના આક્ષેપો વચ્ચે 15 બેઠકો પર પુનઃ મતદાન

કરજણ અને શિનોર બેઠક ભાજપના ફાળે બિનહરીફ