છત્તીસગઢ-મહારાષ્ટ્ર સરહદ પર 2 નક્સલીઓને કર્યા ઠાર
છત્તીસગઢ અને મહારાષ્ટ્રની સરહદ પર સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં 2 નક્સલીઓને ઠાર કર્યા
સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા
સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા
છત્તીસગઢ-મહારાષ્ટ્રની સરહદ પર, ખાસ કરીને નારાયણપુરના અબુઝમાડ વિસ્તારમાં, પોલીસ અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં સુરક્ષા દળોએ 2 નક્સલીઓને ઠાર કર્યા છે. આ ઓપરેશનની પુષ્ટિ બસ્તરના IG પી. સુંદર રાજે કરી હતી. એન્કાઉન્ટર બાદ જવાનોએ સર્ચ ઓપરેશન હાથ ધરીને મૃતદેહો જપ્ત કર્યા અને સાથે જ AK-47 રાઈફલ, અન્ય હથિયારો, મોટી માત્રામાં વિસ્ફોટકો, માઓવાદી સાહિત્ય અને રોજીંદા ઉપયોગની વસ્તુઓ પણ જપ્ત કરી. આ વિસ્તારમાં નક્સલીઓની હાજરીની ગુપ્ત માહિતી મળ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સમયાંતરે એન્કાઉન્ટર ચાલુ છે.
સુરક્ષા દળોની સતત નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી
આને એક મોટી સફળતા એટલા માટે માનવામાં આવે છે કારણ કે, છેલ્લા કેટલાક દિવસોથી સુરક્ષા દળો સતત નક્સલીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી રહ્યા છે. 4 દિવસ પહેલા, 18 સપ્ટેમ્બરના રોજ, બીજાપુરમાં 2 અને ગઢચિરોલીમાં 2 મહિલા નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આમાં ગંગાલુર એરિયા મિલિટરી કમાન્ડના સભ્ય રઘુ હપકા અને પાર્ટીના સભ્ય સુક્કુ હેમલાનો સમાવેશ થાય છે.
6 પુરૂષ અને 4 મહિલા નક્સલીઓ માર્યા ગયા
આ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ, ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષા દળોએ એક મોટા ઓપરેશનમાં 5 કરોડનું ઇનામ ધરાવતા 10 નક્સલીઓને ઠાર કર્યા હતા. આ ઓપરેશનમાં ઓડિશા રાજ્ય સમિતિનો સચિવ અને 1.5 કરોડનું ઈનામ ધરાવતો મોડેમ બાલકૃષ્ણ પણ માર્યો ગયો હતો. આ એન્કાઉન્ટર મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મટાલ હિલ પર થયું હતું, જ્યાં 6 પુરૂષ અને 4 મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાને ટેન્કો અને 600થી વધુ કર્યા હતા ડ્રોન હુમલા, BSFએ તમામ પ્રયાસ કર્યા નિષ્ફળ
એક મોટા નક્સલ નેટવર્કનો ખાતમો
ADG નક્સલ વિરોધી કામગીરી વિવેકાનંદ સિંહાએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી દ્વારા નક્સલવાદીઓ નવા વિસ્તારોમાં પગ જમાવે તે પહેલા જ તેમને ખતમ કરી દેવામાં આવ્યા છે. તેમણે આને એક મોટા નક્સલ નેટવર્કનો ખાતમો ગણાવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં જપ્ત થયેલા હથિયારોમાં 1 AK-47 રાઈફલ, 2 INSAS રાઈફલ, 1 SLR રાઈફલ, અને અન્ય વિસ્ફોટક સામગ્રીનો મોટો જથ્થો સામેલ છે.
સુરક્ષા દળોની નક્સલીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી
રાયપુર રેન્જ IG અમરેશ મિશ્રાએ સુરક્ષા દળોની વીરતાને બિરદાવી અને કહ્યું કે, જવાનોએ 'શસ્ત્રોની પૂજા પહેલા લોહીની પૂજા' કરવાની પ્રતિજ્ઞા પૂરી કરી છે. SP નિખિલ રાખેચાએ પણ નક્સલીઓને શરણાગતિ સ્વીકારીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે અપીલ કરી, જે 8 મહિના પહેલા પણ કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ દર્શાવે છે કે, સુરક્ષા દળો નક્સલીઓ વિરુદ્ધ સતત અને સઘન ઓપરેશન ચલાવી રહ્યા છે, જેના કારણે તેમને ભારે નુકસાન થઈ રહ્યું છે.

પરમાણુ શક્તિથી ચાલતું બ્યુરેવસ્તનિક, અદમ્ય અંતર અને રડાર ટાળવાની ક્ષમતા

વૈશ્વિક તણાવ વચ્ચે રશીયાની ત્રણેય પાખનો nuclear અભ્યાસ

ખાનગી ક્ષેત્રને મિસાઈલ અને ગોળા બનાવવાની મંજૂરીથી રક્ષણ સ્વાવલંબન તરફ દોડ