ગુજરાતમાં માવઠાથી 16 હજાર ગામના કૃષિ પાક ધોવાયા
249 તાલુકાના ખેડૂતોને મોટો ફટકો, મગફળી-કપાસને સૌથી વધુ નુકસાન, સરકારનો સરવે ચાલુ

કૃષિ પાકોને માવઠાથી ભારે નુકસાન

કૃષિ પાકોને માવઠાથી ભારે નુકસાન
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. રાજ્યમાં સરેરાશ 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેના કારણે 249 તાલુકાના 16 હજારથી વધુ ગામોમાં પાકને ભારે નુકસાન થયું છે. સરકારના પ્રાથમિક અંદાજ મુજબ અત્યાર સુધી 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, જ્યારે 4800થી વધુ ટીમો હજુ મેદાનમાં ઉતરીને ખેડૂતોના નુકસાનનું મૂલ્યાંકન કરી રહી છે.
મગફળી અને કપાસના પાકને સૌથી વધુ અસર
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને આ માવઠાએ સૌથી મોટો આંચકો આપ્યો છે. સૌરાષ્ટ્રમાં મગફળીના પાકને અને દક્ષિણ ગુજરાતમાં કપાસના પાકને સૌથી વધુ નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 6 ઈંચ, સૌરાષ્ટ્રમાં 5.5 ઈંચ, મધ્ય ગુજરાતમાં 3.25 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 1.75 ઈંચ અને કચ્છમાં 1.7 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ખરીફ પાકના વાવેતર પર પણ અસર
રાજ્યમાં 28 ઓક્ટોબર સુધી 84.94 લાખ હેક્ટર વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું હતું, જે ગયા વર્ષની સરખામણીએ થોડું વધુ છે. તેમાં મગફળી 22.02 લાખ હેક્ટર, કપાસ 20.95 લાખ હેક્ટર અને ઘાસચારો 9.59 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. હવે કમોસમી વરસાદના કારણે આ પાકો ગંભીર રીતે અસરગ્રસ્ત બન્યા છે.
10 લાખ હેક્ટર ખેતીને અસર
કૃષિ વિભાગના પ્રાથમિક તારણ મુજબ માવઠાના કારણે રાજ્યમાં આશરે 10 લાખ હેક્ટર જેટલા ખેતી વિસ્તારને નુકસાન થયું છે. જો કે, હજી પણ આ આંકડો વધુ વધવાની સંભાવના છે. ખેડૂતો માટે આ કમોસમી વરસાદ આર્થિક સંકટ બની રહ્યો છે અને ઘણા વિસ્તારોમાં પાક ધોવાઈ જતાં ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

નવતર પ્રયોગથી ખીલી ઉઠી હરિયાળી,1 વર્ષમાં છોડ બન્યા 12 ફૂટ ઊંચા

જાણો કેવી રીતે બન્યા દેશના 'રોલ મોડેલ'

હવે ગુજરાતના ખેડૂતો કમાશે ડૉલર અને પાઉન્ડ